Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદઃ ભારત-જાપાનના ઐતિહાસિક સંબંધોનો નવો અધ્યાય શરુ કરવા બંને દેશના વડાપ્રધાન અમદાવાદના આંગણે આવી ચૂક્યાં છે.જાપાનથી સીધા અમદાવાદ આવેલાં પીએમ શિન્ઝો એબે અને તેમના પત્ની અકી એબેએ ભારતીય પરિધાન ધારણ કર્યાં હતાં.

આ રહ્યો ઘટનાક્રમ

એરપોર્ટથી બંને મહાનુભાવોનો કાફલો ગાંધીઆશ્રમ સુધીના હાઇ સીક્યૂરિટી સાથે આઠ કિલોમીટર લાંબા રોડ શૉમાં પીએમ મોદી સાથે જોડાયો હતો.

શહેર, રાજ્ય અને દેશ જ નહીં, દુનિયાના ઘણાં દેશાવરોની નજર પણ આજે અમદાવાદ પ્રવાસે આવતાં પીએમ મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેની બે દિવસીય મુલાકાત પર છે. બે દેશો વચ્ચેના આર્થિક વ્યાપારનો સેતુ વધુ ગાઢ બનાવવા અને સામાજિક નિકટતા કેળવવાની દ્રષ્ટિએ આ રાજકીય પ્રવાસ અતિમહત્ત્વનો લેખાયો છે. જેના કારણે બંને દેશોના અરસપરસ આદાનપ્રદાનમાં મોટો વધારો થવાનો છે.

જાપાન સરકારના મોટા સહયોગથી મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનનો પાયો નાંખવાના અવસરનું નિમિત્ત તથા ઇન્ડો-જાપાન બિઝનેસ સમિટ જેવા મોટા પૂર્વનિર્ધારિત કાર્યક્રમ ઉપરાંત પણ અનેકવિધ કાર્યક્રમોમાં બંને મહાનુભાવો સાથે નજર આવશે. જાપાનના પીએમની સાથે તેમના પત્ની અકી એબે પણ આવી રહ્યાં છે જેઓ પણ 14 તારીખે અમદાવાદમાં અલગઅલગ કાર્યક્રમોમાં અલગથી હાજર રહેશે.

પીએમ મોદીની મહેમાનનવાજીની આગવી રીતભાતે પીએમ શિન્ઝોને દેશના અનેક રાજ્યોના સાંસ્કૃતિક વારસાનો પરિચય કરાવાયો હતો. તેમને માટે સિટીસીઇંગમાં અમદાવાદ હેરિટેજ સિટીની દ્રષ્ટિથી તેમના સમગ્ર રુટને ખૂબ સુંદર શણગાર કરવામાં આવ્યો છે. તો સાથે જ બંને મહાનુભાવો ભાવતાં ભોજનિયાં લેશે જેમાં મુખ્યત્વે તમામ  ગુજરાતી શાકાહારી વ્યંજનોનો રસથાળ પીરસાશે.

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે ત્રણ કલાકે એરપોર્ટ પર આવી પહોંચ્યાં હતાં જ્યાં રાજ્યપાલ ઓફી કોહલી, સીએમ રુપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ સહિત પક્ષના અધિકારીઓએ તેમને પુષ્પ આપી સ્વાગત કર્યું હતું.
 • જાપાન પીએમ શિન્ઝો એબે 3.30 કલાકે એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. જ્યાં વડાપ્રધાન મોદીએ 3.40 કલાકે ગળે મળીને તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
 • જાપાન પીએમ શિન્ઝો એબેને સેનાની ત્રણેય પાંખ દ્વારા ગાર્ડ ઓફ ઑનર અપાયું
 • પીએમ શિન્ઝો એબેનું રાજ્યપાલ, મુખ્યપ્રધાનો સહિત અધિકારીઓએ સ્વાગત કર્યું
 • એરપોર્ટ પર લાલ જાજમ પર બંને વડાપ્રધાનોને ઉપસ્થિતો દ્વારા આવકાર અપાયો
 • બૌદ્ધ સાધુઓના સમુદાય દ્વારા આવકાર અપાયો
 • મિસિસ એબેએ એરપોર્ટ પરના સ્વાગત મંચોની પોતાના મોબાઇલમાં તસવીરો લીધી
 • 8 કિલોમીટર લાંબા રોડ શો માટે બંને મહાનુભાવોનો કાફલો તૈયાર, પીએમ શિન્ઝો એબે રીફ્રેશમેન્ટ એરિયામાં
 • શિન્ઝો એબે સંપૂર્ણ ભારતીય વસ્ત્રસજ્જામાં ઓફ વ્હાઇટ કૂર્તા-પાયજામા અને બ્લૂ કોટી પહેરીને રોડ શૉ માટેની ગાડીમાં પીએમ સાથે બેઠાં
 • મિસિસ અકી એબેએ પણ ભારતીય પરિધાન ધારણ કરતાં પંજાબી ડ્રેસ પહેર્યો
 • બંને મહાનુભાવોનો રોડ શૉ શરુ, બંને તરફ માર્ગો પર ચિક્કાર ભીડ, હાથ હલાવી, યોકોસો યોકોસોના ઉચ્ચારોથી વાતાવરણ ગાજ્યું
 • પીએમ શિન્ઝો એબે અને અકી એબે પ્રસન્ન મુદ્રામાં નગરજનોનું અભિવાદન કર્યુ
 • રોડ શૉનો કાફલો એરપોર્ટ સર્કલથી બહાર મુખ્ય માર્ગ પર આવી પહોંચ્યો
 • કેમ્પના હનુમાન પાસે વિદ્યાર્થીઓએ જાપાનની સાંસ્કૃતિક ઝાંખી દર્શાવતાં જાપાની પરિવેશમાં સ્વાગત કર્યું
 • રોડ શૉનો કાફલો શાહીબાગ ડફનાળા થઇ રિવરફ્રન્ટ રોડ પર આવી પહોંચ્યો
 • પીએમ મોદી અને પીએમ એબેનો કાફલો  ગાંધીઆશ્રમ આવી પહોંચ્યો
 • બંને પીએમે મહાત્મા કુટિરમાં ગાંધીજીની તસવીરને સૂતરની માળા અર્પણ કરી, મુલાકાતપોથીમાં સહી કરી
 • મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યાં
 • પીએમ મોદીએ શિન્ઝો એેબેને ગાંધીજીની આત્મકથા અને ચરખો ભેટ આપ્યો
 • ગાંધીઆશ્રમ મુલાકાત પૂર્ણ કરી બંને પીએમ રવાના, પીએમ શિન્ઝો વસ્ત્રાપુરની હયાત હોટેલ પહોંચ્યાં અને પીએમ મોદી સર્કિટ હાઉસ ગયાં, રીફ્રેશ થઇ સીદી સૈયદની જાળી પહોંચશે
 • આઠ કિ.મી.ના  આ રોડ શોમાં જાપાનના વડાપ્રધાન-દંપતિએ ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યને ભરપુર માણ્યું હતું. ભારતના લગભગ તમામ રાજ્યના લોક નૃત્યોની પ્રસ્તુતિ સાથેના આ રોડ-શોમાં મેઘધનુષી કલારંગનું આકર્ષણ જ એટલું હતું કે,  મિસિસ અકી આબેએ તેમના સેલફોનમાંથી તસવીર પાડીને આ ક્ષણને યાદગાર બનાવી દીધી હતી. આ રોડ-શોમાં વિવિધ રાજ્યોના લોકનૃત્યો ઉપરાંત, શાળાના બાળકો, નગરજનો દ્વારા પણ રોડની બંને બાજુથી જોરદાર પ્રતિસાદરૂપ મહાનુભાવોને આવકાર મળ્યો હતો. બાળકોએ પણ  ગરબા-યોગ વગેરે કલા પ્રદર્શિત કરી હતી. ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલાવાયેલી બેન્ડની સૂરાવલિએ સમગ્ર રોડ-શોના વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું.સમગ્ર રોડ શો દરમિયાન ભારત અને જાપાનના સુરક્ષા અધિકારીઓ ખાસ અંદાજમાં સજ્જ થયેલા જોવા મળતા હતા. ખાસ કરીને બાઇક ઉપર સજ્જ સુરક્ષા જવાનો અલગ જ દેખાઇ આવતા હતા. લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ આ કાફલો ગાંધીઆશ્રમ પહોંચ્યો હતો અને રોડ-શો સંપન્ન થયો હતો.
 • રોડ શો પુરો થયા પછી પીએમ શિન્ઝો એબે વસ્ત્રાપુરની હયાત હોટલ પહોંચ્યા હતા.
 • હયાત હોટલમાં ફ્રેશ થયા હતા.
 • ત્યાંથી તેઓ સાંજે 5.30 વાગ્યે સીદી સૈયદની જાળી નિહાળવા માટે નિકળ્યા
 • અગાઉથી પીએમ મોદી સીદી સૈયદની મસ્જિદ પહોંચી ગયા હતા
 • શિન્ઝો એબે, તેમના પત્ની અકી એબે અને પીએમ મોદી સીદી સૈયદની જાળી નિહાળી હતી.
 • સીદી સૈયદની જાળી નિહાળીને ત્યાં તસ્વીરો ખેંચાવી હતી.
 • હાઉસ ઓફ એમજી તરીકે પ્રખ્યાત એવી અગાસીયે હોટલમાં તેઓએ ભોજન લીધું હતું. ત્યાં ભારતીય અને જાપાની ભોજન પીરસાયું હતું.
 • અગાસીયે હોટલમાં બન્ને દેશના વડાપ્રધાનોએ બંધ બારણે બેઠક યોજી હતી અને મહત્વની ચર્ચાઓ કરી હતી.
 • (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)

પીએમ શિન્ઝો એબેનું આગમન

પીએમ શિન્ઝો એબેની ગાંધી આશ્રમ મુલાકાત

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS