Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ફાર્મસી, કૃષિ, પર્યાવરણ, ઉદ્યોગ અને મરીન ક્ષેત્રે વિકાસની નવી તકો ઉભી થશે

ગાંધીનગર– બાયોટેકનોલોજી ક્ષેત્રે આજે બુધવારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ  સમિટ-ર૦૧૭ અંતર્ગત ૩૭ કંપનીઓ દ્વારા રૂા. ૫૦રર કરોડના ૫૪ એમ.ઓ.યુ. અને આઇ.ટી.ક્ષેત્રે રૂા. ૧૬,૦૦૦ કરોડના ૮૯ એમ.ઓ.યુ. થયા હતા.  શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નોબેલ લોરિએટ્સ ર્ડા. હેરોલ્ડ વાર્મસ, ર્ડા. વિજય રાઘવન, સેક્રેટરી-બાયોટેકનોલોજી, ભારત સરકાર તથા બાયોટેકનોલોજી અને આઇ.ટી. ક્ષેત્રે સંકળાયેલ કંપનીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ અંતર્ગત બાયોટેકનોલોજી વિષય પર યોજાયેલા સેમિનારના પ્રારંભમાં રાજ્ય સરકાર સાથે આ એમ.ઓ.યુ. સંપન્ન થયા હતા.

બાયોટેકનોલોજી ક્ષેત્રે એમ.ઓ.યુ. કરનાર કંપનીઓમાં ૧૪ કંપનીઓએ ફાર્મા અને હેલ્થકેર બાયોટેકનોલોજી ક્ષેત્રે રૂા. રરર૮ કરોડ, ૪ કંપનીઓએ ઇન્ડસ્ટ્રિયલ બાયોટેકનોલોજી ક્ષેત્રે રૂા. ર૦૭૬ કરોડ, ૩ કંપનીઓએ બી.ટી. ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે રૂા. ૬૦૫ કરોડ, ૧૫ કંપનીઓએ કૃષિ-બાયોટેકનોલોજી ક્ષેત્રે રૂા. ૯૩.૧ કરોડ, પાંચ કંપનીએ પર્યાવરણ-બાયોટેકનોલોજી ક્ષેત્રે રૂા. ર૯.૫ કરોડ, ૪ કંપનીઓએ બાયોસર્વિસ ક્ષેત્રે રૂા. ર૪ કરોડ, ૩ કંપનીઓએ મરિન બાયોટેકનોલોજી ક્ષેત્રે રૂા.ર૦.૫ કરોડ,ર કંપનીઓએ બાયોઇન્ફોર્મેટિકસ સેવાઓ ક્ષેત્રે રૂા.૩.૭ કરોડ અને ૧ કંપનીએ બાયોટેકનોલોજી ઇન્સ્ટ્રુમેન્ટેશન ક્ષેત્રે રૂા. ર કરોડના રોકાણના ઇરાદાઓ વ્યકત કરતા એમ.ઓ.યુ. ગુજરાત સરકાર સાથે કર્યા છે.

આમાંની ૩૭ કંપનીઓએ બાયોટેકનોલોજી ક્ષેત્રે નવા ઉદ્યોગોનો પ્રારંભ કરવા માટે રૂા. ૪,૮રર કરોડ અને ૧૫ કંપનીઓએ બાયોટેકનોલોજીના પોતાના હાલના ઉદ્યોગોના વિકાસ માટે રૂા. ર૬૯ કરોડના એમ.ઓ.યુ. કર્યા છે.

આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ર૧મી સદીને બાયોટેકનોલોજીની સદી લેખાવતાં જણાવ્યું હતું કે, બાયોટેકનોલોજી ક્ષેત્રે થયેલા આ એમ.ઓ.યુ.ના કારણે રાજ્યના કૃષિ, પર્યાવરણ, આરોગ્ય, ફાર્મસી, ઉદ્યોગ, બીટી, મરિન જેવા અનેક ક્ષેત્રોને વિકાસની નવી તક સાંપડશે. રાજ્યના વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે રાજ્ય સરકારે આરોગ્ય, કૃષિ-ઉદ્યોગ, સ્ટાર્ટઅપ જેવી અનેક પોલીસીઓ જાહેર કરી છે તેમાં બાયોટેકનોલોજી પોલીસી રાજ્યના વિકાસનું એક નવું પરિમાણ ઉમેરશે. આ નવી પોલીસી બાયોટેકનોલોજી આધારિત ઉદ્યોગોના વિકાસ સાથે ૧ લાખ રોજગારીની તક ઉભી કરશે. અંદાજે રૂા. ૧૫,૦૦૦ કરોડના ટર્નઓવરની શકયતા ધરાવતા બાયોટેકનોલોજી ઉદ્યોગોના આધારે રાજ્યમાં બાયોટેકનોલોજી પાર્કસ અને બાયોટેકનોલોજી યુનિટ્સને પણ પ્રોત્સાહન મળશે. ઉપરાંત સ્ટાર્ટઅપ, સંશોધન વગેરેને પણ વેગ મળશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS