Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી – ઈસ્લામિક સ્ટેટ (IS) ત્રાસવાદી જૂથના બે સભ્યોએ એમની સામેના આરોપનો આજે એકરાર કર્યા બાદ દિલ્હીની વિશેષ કોર્ટે એ બંનેને સાત વર્ષની જેલની સજા ફરમાવી હતી.

જિલ્લા અને સેશન્સ જજ અમરનાથે જે બે ત્રાસવાદીને દોષી જાહેર કર્યા છે એમના નામ છે – શેખ અઝહર-ઉલ-ઈસ્લામ ઉર્ફે અબ્દુલ સત્તાર શેખ અને મોહમ્મદ ફરહાન ઉર્ફે મોહમ્મદ રફીક શેખ.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓએ ગયા વર્ષના જાન્યુઆરીમાં શેખ, ફરહાન અને અદનાન હસન ઉર્ફે મોહમ્મદ હુસેનની ધરપકડ કરી હતી. ઈસ્લામિક સ્ટેટ ત્રાસવાદી સંગઠનમાં સામેલ કરવા માટે લોકોને ઓળખી, એમને ફોસલાવી, એમના મનમાં ઝનૂન ઊભું કરવા, જૂથમાં ભરતી કરવા અને તાલીમ આપવા, જૂથ માટે ભંડોળ એકઠું કરાવવાના એક ષડયંત્રમાં સંડોવણીનો આ ત્રણેય આરોપી પર એનઆઈએ એજન્સીએ આરોપ મૂક્યો હતો.

શેખ અને ફરહાન, બંનેએ કોર્ટમાં એકરાર કર્યો હતો કે એમને ગુના કરવા બદલ હવે પસ્તાવો થાય છે.

બંનેએ કહ્યું કે, એમને હવે મુખ્યપ્રવાહમાં પાછા ફરવાની ઈચ્છા છે અને સમાજમાં સારાં કામો કરવા માગે છે.

એમણે એમ પણ કહ્યું કે એમણે કોઈના દબાણ, ધમકી કે વગ વગર આ ગુના કર્યા હતા.

શેખ અઝહર જમ્મુ અને કશ્મીરનો રહેવાસી છે જ્યારે ફરહાન મહારાષ્ટ્રનો છે. હસન કર્ણાટકનો રહેવાસી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS