Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

6-4-ipl3
મુંબઈ – ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની મેચો દરમિયાન સ્ટેડિયમોની પિચોની જાળવણી માટે પાણીનો ખૂબ બગાડ થવા અંગે મુંબઈ હાઈકોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારનો ઉધડો લઈ નાખ્યો હતો અને કહ્યું છે કે આ ક્રિકેટ ટુનાર્મેન્ટ કરતાં લોકો વધારે મહત્વના છે.

આઈપીએલની આ વખતની સ્પર્ધા દરમિયાન મુંબઈ, નવી મુંબઈ અને પુણેમાં મેચો માટે ક્રિકેટ પિચો તૈયાર કરવા અને તેમની જાળવણી કરવા માટે વપરાશમાં લેવાતા પ્રત્યેક લીટર પાણી માટે રૂ. 1000 ચાર્જ કરવા કોર્ટે ઓર્ડર આપવો જોઈએ એવી ભૂતપૂર્વ પત્રકાર કેતન તિરોડકરે કોર્ટને વિનંતી કરી છે.

આ જ મુદ્દે નોંધવામાં આવેલી એક જનહિતની અરજીમાં એવી માગણી કરવામાં આવી છે કે દુષ્કારગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે થતા ખર્ચને પહોંચી વળવા માટે આઈપીએલના આયોજકો પર એક્સ્ટ્રા ચાર્જ લાદવો જોઈએ.

દર વર્ષે રમાતી ટ્વેન્ટી-20 સ્પર્ધા આઈપીએલની આ વખતની આવૃત્તિ 9 એપ્રિલથી મુંબઈમાં શરૂ થવાની છે.

અગાઉ, આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ આઈપીએલની મહારાષ્ટ્રમાંની મેચો અન્ય રાજ્યોમાં ખસેડવાની શક્યતાને નકારી કાઢી હતી.

અનેક લોકોની માગણી છે કે મહારાષ્ટ્રમાં દુકાળ પડ્યો હોવાથી અને ઘણા વિસ્તારોમાં પાણીની તંગી હોવાથી આ વખતની આઈપીએલ મેચો રાજ્યમાં યોજવી ન જોઈએ, કારણ કે મેદાનની તૈયારી માટે લાખો લીટર પાણીની જરૂર પડે.

"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”