Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી– સંસદમાં આજે છ માસિક આર્થિક સમીક્ષા રજૂ કરવામાં આવી હતી. સર્વેમાં 2000 કરોડના ખર્ટે 10 નમામિ ગંગે પ્રોજેક્ટ્સને મંજૂરી મળી ગઈ છે. સાથે નાણાકીય વર્ષ 2019 માટે 1.99 લાખ કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે.

આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2019 અને 2020માં ફર્ટિલાઈઝર સબસિડી માટે 70,000 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન મુકવામાં આવ્યું છે. તે ઉપરાંત કહેવાય છે કે 2019માં ફૂડ સબસિડી માટે 1.75 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. તેમજ પેટ્રોલિયમ પ્રોડક્ટ પર 2019માં 18 હજાર કરોડ અને 2020 માટે 10 હજાર કરોડ રૂપિયાના ખર્ચની સંભાવના વ્યકત કરાઈ છે. તે ઉપરાંત જીડીપી ગ્રોથ 12.9 ટકા સુધી પહોંચવાની ધારણા મુકાઈ છે.

જીડીપીમાં કેપેક્સનું યોગદાન 1.8 ટકા રહેવાનું અનુમાન વ્યકત કરાયું છે. મધ્યમ ગાળા માટે નાણાકીય વર્ષ 2019માં જીડીપી ગ્રોથ 12.3 ટકા રહેવાની ધારણા મુકાઈ છે. તેમજ નાણાકીય વર્ષ 2019માં નાણાકીય ખાદ્ય 3 ટકા રહેવાનું અનુમાન છે. આ સાથે 2019માં 1.44 લાખ કરોડ રૂપિયાના પેન્શનની ચુકવણી કરવાનું અનુમાન રજૂ થયું છે, તથા નાણાકીય વર્ષ 2020માં 1.56 લાખ કરોડ રૂપિયાના પેન્શનની ચુકવણી કરવાની ગણતરી રજૂ થઈ છે. 2019ના વર્ષમાં ટેક્સની આવક 15 ટકા વધવાની ધારણા છે અને 2020માં ટેક્સની આવક 14.5 ટકા વધશે.

આર્થિક સર્વેમાં દેશમાં ડેવલપમેન્ટનો ટ્રેડ શુ રહ્યો, દેશના કેટલાક ક્ષેત્રમાં કેટલું રોકાણ થયું, ખેતી સહિત અન્ય ઉદ્યોગોમાં કેટલો વિકાસ થયો અને યોજનાઓને કેવી રીતે અમલમાં લાવવામાં આવશે. તેના માટે સસંદને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આર્થિક સર્વેક્ષણ સંસદના બન્ને ગૃહમાં રજૂ કરવામાં આવે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS