Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વોશિંગ્ટન- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસ બાદ બંને દેશોના સંબંધો વધુ મજબૂત થયા છે.  જે અંતર્ગત અમેરિકન હાઉસ ઓફ રીપ્રેઝેન્ટેટિવ્સે ભારત-અમેરિકા વચ્ચે એડવાન્સ ડિફેન્સ કોઓપરેશન વધારવાના ઉદ્દેશ્યથી 621.5 બિલિયન ડોલરના ડિફેન્સ પોલિસી બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ પાસ થયા બાદ અમેરિકા ભારતને અનેક અત્યાધુનિક હથિયારો અને ડિફેન્સના અન્ય ક્ષેત્રમાં મદદ કરશે. આતંકવાદનો સામનો કરી રહેલા ભારતને ડિફેન્સ ક્ષેત્રે મજબૂત કરવા અમેરિકાએ ભારતનો સહયોગ કરવાનો પોતાનો સંકલ્પ દોહરાવ્યો છે.

ભારત-અમેરિકન સેનેટર એમી બેરા તરફથી આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને હાઉસમાં સહર્ષ સ્વીકારી પાસ કરવામાં આવ્યું હતું. આ બિલ અમેરિકાના નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ 2018નો ભાગ છે. જે આ વર્ષે ઓક્ટોબરથી અમલમાં આવશે. NDA-2018ને અમેરિકન હાઉસમાં 344 વિરુદ્ધ 81 મતથી પાસ કરવામાં આવ્યું હતું. આ બિલને યુએસ હાઉસે મંજૂરી આપી દીધી છે પરંતુ હજી અમેરિકન રક્ષાપ્રધાન જેમ્સ મટીઝની મંજૂરી લેવી પડશે.

અમેરિકન વિદેશપ્રધાન રેક્સ ટિલરસન સાથે ચર્ચા કર્યા બાદ ભારત-અમેરિકા વચ્ચે રક્ષા સહયોગ કેવી રીતે આગળ વધારવામાં આવે તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવશે. એમી બેરાએ જણાવ્યું કે, અમેરિકા વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારત સાથે સહયોગ કરવા આતુર છે. આથી જરૂરી છે કે, બંને દેશો વચ્ચે આધુનિક ડિફેન્સ પોલિસી તૈયાર કરવી જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું કે, અમેરિકન હાઉસ તરફથી ડિફેન્સ બિલને મંજૂરી મળી છે. જેમાં હવે રક્ષાપ્રધાનની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS