Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વોશિંગટન- એન્ટી ટેરરિઝમ એક્સપર્ટ્સ દ્વારા અમેરિકન સંસદમાં આપવામાં આવેલી માહિતી મુજબ આતંકી સંગઠન અલ કાયદા હવે ભારતીય ઉપખંડમાં વધારે સક્રિય થઈ રહ્યું છે. વર્ષ 2017માં અલ કાયદાએ અહીં અનેક સભ્યો પણ બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ આતંકી સંગઠનના મોટાભાગના સેલ અફઘાનિસ્તાનમાં આવેલા છે. ઉપરાંત તેના ઓપરેટર્સ બાંગ્લાદેશમાં પણ મોટી સંખ્યામાં છે.

અમેરિકાના સ્ટ્રેટેજિક એક્સપર્ટના જણાવ્યા મુજબ  અલ કાયદાના સેલ્સ અફઘાનિસ્તાનના હેલમંદ, કંધાર, જુલ, પાકટિકા, ગજની અને નૂરિસ્તાનમાં સૌથી વધુ સક્રિય છે. વધુમાં જોન્સે કહ્યું કે, અલ કાયદાના ભારતીય ઉપખંડમાં વિસ્તારનું કારણ અફઘાનિસ્તાનમાં તાલિબાનની મજબૂતી હોઈ શકે છે. અલ કાયદાના તાલિબાન અને અન્ય સંગઠનો જેવા કે, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને લશ્કર-એ-ઝાંગવી સાથે પણ સંબંધો છે.

બાંગ્લાદેશથી પણ અલ કાયદાને ઓપરેટ કરીને ત્યાં અનેક હુમલાઓને અંજામ આપવામાં આવી રહ્યા છે. ભારતીય ઉપખંડમાં અલ કાયદાએ તેની મીડિયા વિંગ અસ-સહાબ દ્વારા તેનો પ્રચાર કર્યો છે. એક સમાચાર એજન્સીને આપેલી મુલાકાતમાં જોન્સે જણાવ્યું કે, ઉપખંડનું નવું સંગઠન કાયદા-અલ-જિહાદ છે. આ આતંકી સંગઠનને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં કેટલાક હુમલાને અંજામ આપ્યો છે. હવે તે ભારત અને બાંગ્લાદેશમાં સક્રિય થઈ રહ્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS