Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બિજીંગ- યુરોપીય સંસદના વાઈસ પ્રેસિડેન્ટ અરેસાર્દ ચારનિયેત્સકીએ પોતાના એક લેખમાં જણાવ્યું છે કે, સિક્કીમ સરહદ પર ડોકલામ ક્ષેત્રમાં ભારત તરફથી સૈન્ય કાર્યવાહી અને ભારતના આવા કડક પ્રત્યુત્તરનો ચીનને અંદાજ ન હતો. ઉલ્લેખનીય છે કે, ગત 16 જૂને ચીનની સેનાએ ડોકલામ ક્ષેત્રમાં ભૂટાન આર્મી કેમ્પ તરફ રસ્તો બનાવવાની શરૂઆત કરી, ત્યારે ભારતે તેમાં હસ્તક્ષેપ કર્યો હતો. અને ચીન દ્વારા આ ક્ષેત્રમાં રસ્તો બનાવવાનો વિરોધ કર્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ ઉદભવી છે.

વધુમાં યુરોપીય સંસદના વાઈસ પ્રેસિડન્ટે પોતાના લેખમાં ચીનના એ જૂઠ્ઠાણાનો પણ પર્દાફાશ કર્યો છે, જેમાં બિજીંગે જણાવ્યું હતું કે, ચીનના શાંતિપૂર્ણ ઉદયના કારણે કોઈ દેશને તકલીફ નહીં થાય. ચારનિયેત્સકીએ પોતાના લેખમાં જણાવ્યું છે કે, ચીન એવી વિદેશ નીતિ અપનાવી રહ્યું છે, જે આંતરાષ્ટ્રીય કાયદા અંતર્ગત માન્ય નથી. ચીન હાલના દિવસોમાં સરહદ વિવાદ માટે ભારતને જવાબદાર ગણાવી રોજ નવાનવા નિવેદન કરી રહ્યું છે. ભૂટાને પણ જણાવ્યું છે કે, ચીન સાથેની તેની 1988 અને 1998ની લેખિત સમજૂતી પ્રમાણે સરહદ મુદ્દે અંતિમ સમાધાન થવા સુધી બંને દેશ પોતાના સરહદી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે સંમત થયા છે.

ડોકલામ વિવાદનો ઉલ્લેખ કરતા ચારનિયેત્સકીએ જણાવ્યું છે કે, ડોકલામ વિસ્તારમાં રસ્તો બનાવવોનો એકતરફી નિર્ણય ચીનની ખોટી વિદેશ નીતિનો ભાગ છે. ભૂટાને ચીનના આ પગલાંનો વિરોધ નોંધાવ્યો હતો. ભૂટાનને પણ એ વાતનો અણસાર હતો જ કે, ચીન ભવિષ્યમાં તેની વિસ્તારવાદી નીતિ અમલમાં મુકી આ પ્રકારનું પગલુ ભરી શકે છે. જોકે ચીનની સેનાને વિશ્વાસ હતો કે, ડોકલામ વિસ્તારમાં તે રસ્તાનું નિર્માણ કરી લેશે, જેનાથી તેને મોટો રાજકીય ફાયદો મળી શકે. પરંતુ એ ચીનની યોજના પ્રમાણે શક્ય ન બન્યું. જોકે ભારતની સૈન્ય કાર્યવાહીથી ચીનને સરપાર્ઈઝ મળ્યું  અને ભારતને ધમકી આપવા ચીન 1962ના યુદ્ધની વાતો કરવા લાગ્યું અને ભારતને પરાજય ડર દેખાડવા લાગ્યું.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS