Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

દિલ્હી-નોટબંધી પછી કેશલેસ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ વધારવા સરકાર પ્રોત્સાહનરુપ પ્રયાસોમાં લાગી છે. મોબાઇલ યુઝર્સ માટે ભીમ એપ લાવવામાં આવી છે જે પેટીએમ અને અન્ય ઇવોલેટથી વધુ સારી એપ છે. હવે ભીમ બાદ વધુ એક એપ લાવવામાં આવશે.  IndiaQR એપ દ્વારા ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન વધુ સરળ અને ઝપી બનાવવા QR કોડ લાવવાની વ્યવસ્થા થઈ રહી છે.

QR કોડ એટલે કે ક્લિક રીસ્પોન્સ કોડ 20 ફેબ્રુઆરીએ લોન્ચ કરવામાં આવશે. ઇન્ડિયન બેન્કસ એસોસિએશન દ્વારા બધી બેંકોની એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં QR કોડથી રીટેઇલ પેમેન્ટ કરવાના વિકલ્પ પર ચર્ચા કરીને લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. QR કોડ ડેબિટ કાર્ડ માટે કોમન ઇન્ટરફેસનું કામ કરશે, આ કાર્ડમાં વિઝા, માસ્ટર કાર્ડ અને રુપે શામેલ થશે.

આધાર કાર્ડ દ્વારા કરાનાર પેમેન્ટ્સ અને ટ્રાન્સફર પણ QR કોડથી કરી શકાશે.

IndiaQR થી યૂનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ-UPI માધ્યમથી પણ પેમેન્ટ સ્વીકારાશે. જોકે બેંકર્સે કહ્યું છે કે શરુઆતમાં IndiaQR થી વિઝા, માસ્ટર કાર્ડ અને રુપેને સપોર્ટ કરશે.

QR કોડને સાદી રીતે સમજવું હોય તો પેટીએમ પહેલેથી જ QR યુઝ કરે છે, એમ જ ભીમ એપમાં પણ છે. પરંતુ તેમાં લિમિટ છે. એટલે કે કોડને એ લોક જ વાપરી શકે છે જેની પાસે પેટીએમ એકાઉન્ટ છે. ત્યારે IndiaQR ડેબિટ કાર્ડ હશે તે સૌકોઇ ઉપયોગમાં લઇ શકશે.

IndiaQR થી આ ફાયદા મળશે

IndiaQR  લોન્ચ થવાથી સ્માર્ટફોનધારકો અને બેંક એકાઉન્ટ હશે તેઓ QR કોડથી પેમેન્ટ કરી શકશે.

પેટીએમની જેમ કોઇપણ વેપારી પાસે QR કોડ સ્કેન કરી પેમેન્ટ આપી શકાશે

ડેબિટ કાર્ડ સ્વાઇપ કરવામાંથી મુક્તિ મળી શકશે

સમયની બચત થશે


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS