Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લોસ એન્જેલીસ – કયા દેશનાં લોકો ચાલવામાં આળસુ છે? એ વિશે 46 દેશોમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણમાં ભારતીયોનો પણ સમાવેશ કરાયો છે.

યાદીમાં ભારતીયોનો નંબર 39મો છે.

કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીએ હાથ ધરેલા સર્વેક્ષણમાં માલૂમ પડ્યું છે કે ભારતીયો દરરોજ સરેરાશ 4,297 ડગલાં ચાલે છે.

સર્વેમાં ભારતીય લોકોને ‘અંતર ભલે ટૂંકું હોય તો પણ તમને ચાલવું ગમે કે કાર ડ્રાઈવ કરવી ગમે?’ એમાંથી એક વિકલ્પ પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. એમાં ભારતીયોએ કાર પસંદ કરી હતી.

સર્વેક્ષણનું તારણ મેળવવા સંશોધકોએદુનિયાના 46 દેશોમાં આશરે સાત લાખ લોકોની પ્રવૃત્તિની જાણકારી મેળવવા એમની મંજૂરીથી એમનાં સ્માર્ટફોન્સમાં સ્ટેપ-કાઉન્ટર્સ ઈન્સ્ટોલ કર્યા હતા.

અભ્યાસ પરથી માલૂમ પડ્યું કે ચીનનાં લોકો આખા વિશ્વમાં સૌથી ઓછા આળસુ છે. એમાંય ખાસ કરીને ચીનના તાબા હેઠળના હોંગ કોંગના લોકો દિવસમાં સરેરાશ 6,880 ડગલાં ચાલે છે.

આ યાદીમાં સૌથી છેલ્લો નંબર આવ્યો છે ઈન્ડોનેશિયાનો. એટલે કે, એનાં લોકો આ 46 દેશોમાં સૌથી વધારે આળસુ જણાયા છે. ત્યાંના લોકો દરરોજ સરેરાશ આશરે 3,513 ડગલાં ચાલે છે.

વિશ્વસ્તરે 4,961 ડગલાંને એક વોકિંગ સરેરાશ નક્કી કરવામાં આવી હતી. અમેરિકાનાં લોકોની પ્રતિદિન સરેરાશ 4,774 છે.

યાદીમાં હોંગ કોંગ, ચીન, યૂક્રેન, જાપાન ટોચના નંબરે છે. યાદીમાં છેલ્લાં ત્રણ સ્થાને મલેશિયા, સાઉદી અરેબિયા, ઈન્ડોનેશિયા છે.

સર્વેક્ષણ પરથી માલૂમ પડ્યું હતું કે ભારતીય પુરુષો કરતાં ભારતીય મહિલાઓ ઓછું ચાલે છે. મહિલાઓ દરરોજ સરેરાશ 3,684 ડગલાં ચાલે છે. ભારતીય પુરુષો પ્રતિદિન 4,606 ડગલાં ચાલતા હોવાનું માલૂમ પડ્યું હતું.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS