Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- બહુચર્ચિત બોફોર્સ કૌભાંડ બાદ આશરે ત્રણ દાયકા કરતાં પણ વધારે સમય બાદ ભારતીય સેનાને નવી તોપ મળશે. ભારતનીય સેનામાં અમેરિકન બનાવટની 155 mm /36  કેલિબર અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર તોપોનો સમાવેશ કરવામાં આવશે.  તોપનું રાજસ્થાનના પોખરણમાં પરીક્ષણ કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, રાજીવ ગાંધીની સરકાર દરમિયાન આશરે ત્રણ દાયકા કરતા પણ વધારે સમય પહેલા ભારત દ્વારા સ્વીડનની બનાવટની બોફોર્સ તોપોની ખરીદી અને તેમાં આચરવામાં આવેલા કૌભાંડે ભારતીય રાજનીતિમાં ભૂકંપ લાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બોફોર્સ તોપોની ખરીદીમાં વચેટીયાઓ દ્વારા દલાલી લેવાયાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હોવિત્ઝર તોપોની ખરીદીને લઈને અમેરિકા સાથે ભારત 2010થી વાટાઘાટો કરી હ્યું છે. જે અંતર્ગત 26 જૂન 2016ના રોજ નરેન્દ્ર મોદી સરકારે 145 હેવિત્ઝર તોપોની ખરીદીની જાહેરાત કરી હતી.

હોવિત્ઝર તોપના સોદા અંગે વિદેશી મિલિટ્રી સેલ્સ અંર્તગત 2900 કરોડ રૂપિયામાં નવેમ્બર 2016માં અંતિમ સ્વીકૃતિની મહોર લગાવવામાં આવી હતી. મહત્વનું છે કે, 1980ના દાયકામાં સ્વીડિશ કંપનીની બનાવટની બોફોર્સ તોપોની ખરીદીમાં કૌભાંડ સામે આવ્યા બાદ ભારતીય સેનામાં કોઈ નવી તોપો સામેલ કરવામાં આવી ન હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS