Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

વૉશિંગ્ટન- અમેરિકામાં આગામી 20 તારીખે સરકાર બદલાયા બાદ ભારતના નવા રાજદૂત કોણ હશે તે અંગે વૉશિંગ્ટન તેમજ નવી દિલ્હીમાં ચર્ચાઓ શરૂ છે. એવો કોઈ નિયમ નથી કે ભારતમાં રાજદૂત તરીકે ભારતીય મૂળના જ કોઈ વ્યક્તિને નિમવામાં આવે, પરંતુ પાછલા કેટલાક સમયથી મોટેભાગે ભારત સાથે કોઈના કોઈ હિસાબે સંબંધ ધરાવતા લોકોને આ પદ પર નિયુક્ત કરાય છે.

આ વખતે ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે જેમનું નામ ખૂબ ચર્ચાઈ રહ્યું છે તે એશ્લે ટેલિસ ભારતના મુંબઈમાં જન્મ્યા છે. તેઓ ભારતમાં હાલના રાજદૂત રિચર્ડ વર્માની જગ્યા લઈ શકે છે. અહેવાલો અનુસાર આગમી 20 જાન્યુઆરીના રોજ ડૉનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદ ગ્રહણ કરે તે પહેલા જ રિચાર્ડ વર્મા ભારતીય રાજદૂત તરીકેની સેવામાંથી નિવૃત થઈ શકે છે. તેમની જગ્યાએ સંભવિતોની યાદીમાં મોખરે રહેલા એશ્લે ટેલિસ હાલ ‘કાર્નેગી એંડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ’ માં સીનિયર ફેલો છે. તેઓ આ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને એશિયાઈ રણનીતિના મુદ્દાઓ અંગે કામ કરે છે.

55 વર્ષિય ટેલિસ યૂનિવર્સિટી ઓફ બોમ્બના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. જે બાદ તેમણે અમેરિકાની યૂનિવર્સિટી ઓફ શિકાગોમાંથી પોતાનો આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ટેલિસે 2001થી 2003 સુધી ભારતમાં અમેરિકાના રાજદૂત રોબર્ટ બ્લેકવિલના સિનિયર એડવાઈઝર તરીકે કામ કરી ચૂક્યા છે. તેઓ જોર્જ બુશના કાર્યકાળ દરમિયાન ભારત સાથેની અમેરિકાની ન્યૂક્લિયર ડીલ મામલે પણ મહત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS