Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રાંચી – ભારતે અહીં રમાતી ત્રીજી ટેસ્ટ મેચમાં જોરદાર બેટિંગ દેખાવ કરીને પોતાનો પહેલો દાવ આજે મેચના ચોથા દિવસે છેલ્લા સત્રમાં 9 વિકેટે 603 રન કરીને ડિકલેર કર્યો હતો અને ત્યારબાદ દિવસને અંતે ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં બે વિકેટ પણ લઈ લીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં ડેવિડ વોર્નર (14) અને નાઈટ વોચમેન નેથન લિયોન (2)ની વિકેટ ગુમાવી હતી. આ બંને જણને ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ ક્લીન બોલ્ડ કર્યા હતા. મેટ રેન્શો 7 રન સાથે દાવમાં હતો.

ઓસ્ટ્રેલિયાએ પહેલા દાવમાં 451 રન કર્યા હતા. આમ ભારતે 152 રનની લીડ મેળવી છે.

ભારતને 600ના આંકની પાર પહોંચાડવામાં ચેતેશ્વર પૂજારા (202), વિકેટકીપર રિદ્ધિમાન સહા (117) અને રવિન્દ્ર જાડેજા (અણનમ 54)ને મુખ્ય ભૂમિકા ભજવી છે.

પૂજારા અને સહાએ સાતમી વિકેટ માટે 199 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી જેને કારણે ભારત ત્રીજી ટેસ્ટમાં સલામત સ્થિતિ પરથી મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું છે.

પૂજારાએ કુલ 525 બોલનો સામનો કર્યો હતો અને 21 બાઉન્ડરી ફટકારી હતી.

સહાના 233 બોલના દાવમાં 8 ચોગ્ગા અને એક સિક્સર હતી.

આ જોડીને તોડવામાં સફળ થયો હતો સ્પિનર નેથન લિયોન.

પૂજારા અને સહાએ 6 વિકેટે 360 રનના શનિવારના ત્રીજા દિવસની રમતના અધૂરા દાવને આજે આગળ વધાર્યો હતો.

રવિન્દ્ર જાડેજાએ 55 બોલનો સામનો કર્યો હતો અને બે છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે અને ઉમેશ યાદવ (16)ની જોડીએ 9મી વિકેટ માટે 54 રન ઉમેર્યા હતા.

પેટ કમિન્સ 4 વિકેટ સાથે ઓસ્ટ્રેલિયાનો સૌથી સફળ બોલર રહ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS