Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી – વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ પૂરો કર્યા બાદ શ્રીલંકાના પ્રવાસે જનાર ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના 16-સભ્યોની આજે જાહેરાત કરવામાં આવી છે.

એમ.એસ.કે. પ્રસાદની આગેવાની હેઠળના પસંદગીકારોની સમિતિએ ટીમમાં રોહિત શર્માને ફરી સ્થાન આપ્યું છે. શર્મા છેલ્લે 2016ના ઓક્ટોબરમાં ટેસ્ટ મેચ રમ્યો હતો. એણે મિડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયરનું સ્થાન લીધું છે. નાયર ઉપરાંત જયંત યાદવ અને શ્રેયર ઐયરને પણ પડતા મૂકવામાં આવ્યા છે.

ખૂબ જ જુસ્સાદાર અને જોમવંતા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 23 વર્ષીય પંડ્યા મર્યાદિત ઓવરોવાળી મેચોની ટીમનો તો હવે રેગ્યૂલર સભ્ય બની ગયો છે, પણ હવે એને પરંપરાગત ફોર્મેટવાળી – ટેસ્ટ ટીમમાં પણ સ્થાન મળ્યું છે. એને ટેસ્ટ ટીમમાં પણ વહેલી તકે સ્થાન મળશે એવી ધારણા હતી જ.

30 વર્ષીય રોહિત શર્મા છેલ્લે ન્યૂ ઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ રમ્યો હતો. ત્યારબાદ સાથળના દુખાવાને કારણે એને ટીમમાંથી બાકાત રહેવું પડ્યું હતું.

શ્રીલંકાના પ્રવાસમાં ભારતીય ટીમ ત્રણ ટેસ્ટ મેચ અને પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ રમશે અને એકમાત્ર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમશે. પહેલી ટેસ્ટ 26 જુલાઈએ ગોલમાં રમાશે. બીજી અને ત્રીજી અનુક્રમે કોલંબો અને કેન્ડીમાં રમાશે.

16-સભ્યોની ભારતીય ટીમ આ મુજબ છેઃ

વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને અભિનવ મુકુંદ.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS