Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કોલંબો- યજમાન શ્રીલંકા અને ભારત વચ્ચે કોલંબોમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે શ્રીલંકાએ તેના બીજા દાવમાં 2 વિકેટ ગુમાવી 209 રન બનાવી લીધા છે. કરુણારત્ને 92 અને પુષ્પકુમાર 2 રને નોટઆઉટ રહ્યાં છે. ભારતના સ્કોર 622 રનથી શ્રીલંકા હજી પણ 230 રન પાછળ છે.

આ પહેલા ભારતે યજમાન શ્રીલંકાને પ્રથમ ઇનિંગમાં 183 રને ઓલઆઉટ કરી ફોલોઓન આપવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ ઇનિંગમાં 9 વિકેટે 622 રને દાવ ડિકલેર કર્યો હતો. પ્રથમ દાવના આધારે ભારતને 439 રનની સરસાઈ મળી હતી.

અશ્વિનની ફિરકીમાં શ્રીલંકા ટીમ ફસાઈ

શ્રીલંકાના પ્રથમ દાવમાં ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી, જ્યારે રવિન્દ્ર જાડેજા અને શમીએ 2-2 વિકેટ જ્યારે ઉમેશ યાદવે 1 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાના પ્રથમ દાવમાં એકમાત્ર ખેલાડી ડિકવેલાએ 51 રન બનાવી ભારતીય બોલર્સનો સામનો કર્યો હતો. આ સિવાયના બેટ્સમેન કંઈ ખાસ યોગદાન આપી શક્યા ન હતા.

પૂજારા અને રહાણે ઝળક્યાં

ભારતે ટૉસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ તેનો પ્રથમ દાવ 9 વિકેટે 622 રન બનાવી ઇનિંગ ડિકલેર કરી હતી. ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ 133 રન જ્યારે અજિંક્ય રહાણેએ 132 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 70 નોટઆઉટ, રિદ્ધિમાન સહા 67, લોકેશ રાહુલ 57 અને અશ્વિને 54 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે વિરાટ કોહલી 13, શિખર ધવન 35 અને હાર્દિક પંડ્યાએ 20 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી રંગના હેરાથે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS