Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બિજીંગ- ડોકલામમાં ભારતની કૂટનીતિક જીતથી ટેન્શનમાં આવેલા ચીની મીડિયાએ હવે બ્રિક્સ ઘોષણાપત્રને લઈને ભારતને ટાર્ગેટ કરવાની શરુઆત કરી છે.

બ્રિક્સ ઘોષણાપત્રમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોના નામનો ઉલ્લેખ અને તેની વૈશ્વિક નિંદાને ચીન હજી પણ પચાવી શક્યું નથી. આતંકવાદ મુદ્દે વૈશ્વિક મંચ ઉપર વધુ એકવાર પાકિસ્તાનની પોલ ખુલી ગયા બાદ ચીન ફરી એકવાર તેના સદાબહાર મિત્ર પાકિસ્તાનનો બચાવ કરતું  જોવા મળ્યું છે. ચીને બ્રિક્સ ઘોષણાપત્રમાં ભારતની કૂટનીતિક જીતને હાસ્યાસ્પદ ગણાવી છે.

આપને જણાવી દઈએ કે, ચીનમાં યોજાયેલા બ્રિક્સ સમ્મેલનમાં ચીનના વિરોધ છતાં બ્રિક્સ ઘોષણાપત્રમાં પહેલીવાર પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીનના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તેની નિંદા પણ કરવામાં આવી હતી.

આ ઘોષણાપત્ર બાદ ચીનની પાકિસ્તાન તરફની ચિંતા સ્પષ્ટરીતે ખુલીને સામે આવી છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું છે કે, લશ્કર અને જૈશના નામ ભલે બ્રિક્સ ઘોષણાપત્રમાં સામેલ કરવામાં આવ્યા હોય પરંતુ ચીન ભારતની આ પ્રકારની કૂટનીતિને હાસ્યાસ્પદ માને છે.

ઉલ્લેખનીય છે કે, બ્રિક્સ ઘોષણાપત્રમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોના નામનો ઉલ્લેખ કરાયા બાદ પાકિસ્તાનની છબી વધુ ખરાબ થાય તે સ્વાભાવિક છે. અને કદાચ આજ કારણોસર પાકિસ્તાનના વિદેશપ્રધાન ખ્વાજા આસિફે પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો ઉપર રોક લગાવવામાં નહીં આવે તો પાકિસ્તાને હજી પણ વિશ્વસમુદાય સામે અપમાનિત થતા રહેવું પડશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS