Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ- સ્કોર્પીન ક્લાસની બીજી સબમરીન INS ખાંદેરીને આજે મુંબઈ ખાતે લોન્ચ કરવામાં આવી. મઝગાંવ ડોક લિમિટેડ શિપયાર્ડ પર આયોજિત કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના સંરક્ષણપ્રધાન સુભાષ ભામરે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે કહ્યું કે ‘એ દિવસ હવે દૂર નથી કે આપણે બીજા દેશો માટે પણ સબમરીન બનાવીશું.’ જોકે લોંચ થયેલ ખાંદેરી સબમરીનને ડિસેમ્બર 2017 સુધીમાં અનેક પ્રકારના મુશ્કેલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે.

સ્કોર્પીન ક્લાસની સબમરીનો ડીઝલ અને વીજળીથી ચાલે છે. INS ખાંદેરીમાં દુશ્મનોની નજરથી બચવા માટે સ્ટીલ્થ ફીચર પણ છે. આ ઉપરાંત દુશ્મન પર પ્રીસેશન ગાઈડેડ મિસાઈલ દ્વારા ચોક્કસ અને ઘાતક હુમલો પણ કરી શકે છે. હુમલો કરવા માટે તેમાં પારંપરિક ટારપીડો ઉપરાંત ટ્યૂબ લોન્ચ એન્ટી શિપ મિસાઈલ્સ પણ છે જે પાણીની અંદરથી કે સપાટી પરથી નિશાન સાધી શકે છે. આ સબમરીન ઉષ્ણકટિબંધવાળા હવામાન સહિત કોઈ પણ સ્થિતિમાં ઓપરેશન માટે સક્ષમ છે. તેમાં કોમ્યુનિકેશન સંલગ્ન અત્યાધુનિક ડિવાઈસ લાગેલા છે.

સબમરીનનું ખાંદેરી નામ મહારાષ્ટ્રના એક દ્વિપ પર સ્થિત કિલ્લા પરથી પાડવામાં આવ્યું છે. આ કિલ્લાના કારણે મરાઠા સામ્રાજ્યને 17મી શતાબ્દીમાં સમુદ્ર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવામાં કરવામાં મદદ મળી હતી.

સ્કોર્પિયન શ્રેણીની સબમરીનની ખાસિયતો

– સ્કોર્પિયન શ્રેણીની સબમરીનમાં અનેક ખાસિયતો- વિશેષતાઓ

– સ્કોર્પિયન શ્રેણીની સબમરીન અવાજ વિના દરિયામાં આગળ વધી શકે છે. ત્યારબાદ ગાઈડેડ વેપન સિસ્ટમની મદદથી કરી શકે છે ઘાતક પ્રહાર

– સ્કોર્પિયનની આ વિશેષતા અન્ય સબમરીન્સની સરખામણીએ તેને બેજોડ બનાવે છે.

– સબમરીનમાંથી ટોર્પિડો છોડી શકાય ઉપરાંત દરિયામાંથી તથા સરફેસ પરથી એન્ટિશિપ મિસાઈલ છોડી શકે છે.

– આ મિસાઈલ એન્ટી સરફેસ વોરફેર, એન્ટી-સબમરીન વોરફેર, ઈન્ટેલિજન્સ ગેધરિંગ, માઈન્સ પાથરવી, નજર રાખવી જેવા અનેક કાર્યો પણ કરી શકે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS