Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર- મહાત્મા મંદિરમાં ભારત જાપાન વાર્ષિક શિખર બેઠક શરુ થઇ ચૂકી છે. બંને દેશના વડાપ્રધાનોની ઉપસ્થિતિમાં થઇ રહેલી આ શિખરવાર્તામાં અનેક મહત્ત્વના બિઝનેસ માટેની ડીલ જાહેર થઇ શકે છે. જેમાં ખાસ કરીને જલ-થલ-આકાશમાં ચાલવામાં સક્ષમ એવા યુએસ-1 વિમાનની ડીલ મુખ્ય છે. જાપાની કુલ પંદર કંપનીઓ સાથે વિવિધ કરાર પણ આ બેઠકમાં શામેલ છે..

ભારતીય પ્રતિનિધિમંડળ યુએસ-1 વિમાન ખરીદવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું છે. જો આ ડીલ થશે તો બંને દેશો વચ્ચે યુદ્ધક્ષેત્રીય સહાય અને સંરક્ષણ ભાગીદારીનૈ સંબંધો વધુ ગાઢ થશે. હાલમાં જ ડોકલામ મુદ્દે ભારે તણાવનો સામનો કરનાર ભારત, અને ઉત્તર કોરીયાના અણુપરીક્ષણ તથા દક્ષિણ ચીન સાગરમાં ચીનની દખલના કારણે બંને દેશોના વડાઓ મુદ્દે મહત્ત્વના તારણ પર આ શકે છે. એબેની ભારત યાત્રા પહેલાં જ ભારત-જાપાનના સંરક્ષણપ્રધાનના સ્તરની વાર્ષિક બેઠક ટોકિયોમાં યોજાઇ ગઇ છે.

ઉપરાંત, સૈન્ય ઉપકરણોના સંયુક્ત ઉત્પાદન, બંને દેશોને ઉપયોગી બને તેવી ટેકનોલોજી, બહુહેતુક 12 યુએસ-1 સિનમાયવા વિમાન ખરીદી અને રોબોટ ક્ષેત્રમાં સંશોધન વગેરે મુદ્દા પણ આ બેઠકમાં ચર્ચાઇ રહ્યાં છે. બની શકે કે બંને વડાપ્રધાનોની વાતચીત બાદના સંયુક્ત નિવેદનમાં સંરક્ષણ સહયોગ વિશેના કોઇ મુદ્દાના અંશ હોઇ શકે છે.

બિઝનેસ ડીલને લઇ ગઇકાલે રાત્રે મોડીરાત સુધી અમદાવાદમાં હયાત હોટેલમાં જાપાની ડેલિગેશન સાથે મોડી રાત સુધી કીમત નક્કી કરવા અંગે વાતચીત ચાલી હતી. સૂત્રો પ્રમાણે બંને દેશના અધિકારીઓ કેટલાક ખાસ મુદ્દા પર ભાવતાલ કરી રહ્યાં છે. થોડાસમય પહેલાં નાણાંપ્રધાન અરુણ જેટલી જાપાન યાત્રાએ ગયાં હતાં ત્યારે સંયુક્ત નિવેદનમાં પણ યુએસ-1 વિમાનનો મુદ્દો શામેલ હતો.

આજે મહાત્મા મંદિરમાં થઇ રહેલી બેઠક પાછલાં ત્રણ વર્ષમાં 11મી બેઠક છે. આ બેઠકમાં બંને પીએમ સાથે સુરક્ષા ચર્ચા દરમિયાન એનએસએ અજિત ડોભાલ અને વિદેશ સચીવ એસ જયશંકર પણ હાજર છે. મોદી અને એબે બંને દેશની સરકારઅને ડીફેન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેના સંપર્ક સહયોગ વધારવાની વાતચીત કરી શકે છે. સંરક્ષણ સાધનોને લઇને ટેકનોલોજી કોઓપરેશન માટે જોઇન્ટ વર્કિંગ ગ્રુપ બનાવવાની વિચારણા પણ કરાઇ શકે છે.

બંને નેતાઓ વચ્ચે પરમાણિ ઊર્જા સહયોગનો મુદ્દો પણ છે.જુલાઇમાં આ માટે ઐતિહાસિક અસૈન્ય પરમાણુ કરાર લાગુ કરવામાં આવ્યો છે જેમાં બંને દેશના ઉદ્યોગો વચ્ચે સહભાગિતા વધારવા વ્યવસ્થા કરવામાં આવી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS