Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કોલંબો – વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે આજે શ્રીલંકાને એના ઘરઆંગણે બીજી ટેસ્ટમાં પણ હરાવીને ત્રણ-મેચોની સિરીઝ 2-0થી કબજામાં લઈ લીધી છે.

ભારતના બોલરોએ અહીંના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે આજે મેચના ચોથા દિવસે બીજા સત્રમાં શ્રીલંકાનો બીજો દાવ 386 રનમાં પૂરો કરી દીધો હતો. ભારતે ડિકલેર કરેલા પહેલા દાવના 622-9 સ્કોરની સામે શ્રીલંકા પહેલા દાવમાં માત્ર 183 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને એને ફોલોઓન થવાની ભારતે ફરજ પાડી હતી.

બંને ટીમ વચ્ચેની ત્રીજી અને સિરીઝની અંતિમ ટેસ્ટ 12 ઓગસ્ટથી કેન્ડી શહેરના પલ્લીકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારતે પહેલી ટેસ્ટ મેચમાં શ્રીલંકાને 304 રનથી પરાજય આપ્યો હતો.

ભારતે શ્રીલંકાને તેના ઘરઆંગણે આ પહેલી જ વાર કોઈ ટેસ્ટ મેચમાં એક દાવથી પરાજિત કર્યું છે.

ભારતના દાવમાં 85 બોલમાં 4 ચોગ્ગા, 3 છગ્ગા સાથે 70 રન કરીને નોટઆઉટ રહેનાર અને શ્રીલંકાના બંને દાવ મળીને કુલ 7 વિકેટ લઈને ઓલરાઉન્ડ દેખાવ કરનાર રવિન્દ્ર જાડેજાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS