Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બીજિંગ- ચીનની સત્તાધારી પાર્ટી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના દ્વારા સંચાલિત અખબારે તેના એક લેખમાં જણાવ્યું છે કે, ભારતે ચીનના પ્રોજેક્ટ વન બેલ્ટ, વન રોડ (OBOR) પ્રત્યે વ્યવહારિક વલણ અપનાવવું જોઈએ. જે ભારત માટે અનુકુળ છે. અને જો ભારત આમ નહીં કરે તો ભારતે ચીનના વધતા પ્રભાવ અને સહકાર નહીં આપવાને કારણે આવનારા દુષ્પરિણામને ભોગવવા તૈયાર રહેવું પડશે.

ચીનના અન્ય એક અખબાર ગ્લોબલ ટાઈમ્સે પણ ભારતને લઈને કડક વલણ અપનાવ્યું છે. ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું છે કે, ચીનના આ પ્રોજેક્ટને ભારતની ચિંતા છતાં વિશ્વના અનેક દેશોનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે. જેથી ભારતે પણ આ અંગે માત્ર ચીનનો વિરોધ કરવાને બદલે વિચારી અને સમજદારીપૂર્વક પગલાં લેવા જોઈએ.

ગ્લોબલ ટાઈમ્સે વધુમાં જણાવ્યું કે, જો ભારત વિશ્વના અન્ય દેશોને આ પરિયોજનામાં જોડાવાથી અટકાવી નથી શકતું તો ભારત માટે અન્ય એક ઉપાય છે કે, ભારતે પણ આ પરિયોજનામાં જોડાઈ જવું જોઈએ.

શું છે OBOR પ્રોજેકેટ?

OBOR એટલેકે વન બેલ્ટ, વન રોડ પ્રોજેક્ટ ચીની રાષ્ટ્રપતિ શી જિનપીંગનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ચીન તેના પાડોશી દેશ સહિત યુરોપ દેશોને માર્ગ પરિયોજનાથી ચીન સાથે જોડવા માગે છે. મહત્વનું છે કે, આ પ્રોજેક્ટ તૈયાર થયા બાદ ચીન વિશ્વના અનેક બંદરગાહ સાથે સીધો સંપર્ક ધરાવતું થઈ જશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS