Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- પાકિસ્તાનની નાપાક સાજીશ અને ચીની ડ્રેગનના ખતરાને પહોંચી વળવા ભારત સરકારે તૈયારી શરુ કરી દીધી છે. પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ અને ચીન-પાકિસ્તાનની વધતી નિકટતાને જોઈને ભારતીય એરફોર્સે સરહદી વિસ્તારોમાં રાફેલ ફાઈટર જેટ તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાન અને ચીન તરફથી આવનારા કોઈ પણ ખતરાને ધ્યાનમાં રાખીને રાફેલ ફાઈટર જેટને હરિયાણા અને અંબાલા તેમજ પશ્ચિમ બંગાળના હાસીમારામાં તહેનાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને ચીન વચ્ચે થયેલા સંયુક્ત સૈન્ય અભ્યાસ અને રક્ષા સમજૂતીએ ભારતની ચિંતામાં વધારો કર્યો છે.

આ ઉપરાંત ઈન્ડો-ચાઈના બોર્ડર પર ચીની સેના દ્વારા કરવામાં આવતા આક્રમક પેટ્રોલીંગને કારણે પર ભારતની ચિંતા વધારી છે. જેથી ભારતીય સેનાએ અહીં રાફેલ ફાઈટર જેટ તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે.

ભારતીય વાયુસેના રાફેલ ફાઈટર જેટને દેશની પૂર્વ અને પશ્ચિમ સરહદે તહેનાત કરશે જેથી ચીન અને પાકિસ્તાનની નાપાક હરકતોનો કોઈપણ સમયે યોગ્ય જવાબ આપી શકાય. સપ્ટેમ્બર-2016માં ભારતે 36 રાફેલ જેટ ખરીદવા ફ્રાંસની કંપની સાથે રુપિયા 60 હજાર કરોડની ડિફેન્સ ડીલ કરી હતી.  જે મુજબ ભારત 18 રાફેલ જેટને અંબાલા સ્થિત પાકિસ્તાન સરહદે અને બાકીના ફાઈટર જેટને પશ્ચિમ બંગાળની હાસીમારા સરહદ પર તહેનાત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, હાસીમારા ચીન સાથે ભારતની સૌથી નજીક આવેલી સૈન્ય ચોકી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS