Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં સતત પાંચમાં દિવસે નરમાઈ આગળ વધી હતી. હિન્દાલકો અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની રાહબરી હેઠળ શેરોની જાતે-જાતમાં ઑલ રાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. ગ્લોબલ માર્કેટના નેગેટિવ સમાચાર અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના માર્ચ કવાર્ટરમાં એનપીએ વધીને આવતાં શેરબજારનું જનરલ સેન્ટિમેન્ટ ખરડાયું હતું. સ્ટેટ બેંકનો શેર પાંચ ટકા કરતાં વધુ તૂટીને આવ્યો હતો. જેની પાછળ અન્ય બેંક શેરોમાં ભારે વેચવાલીથી ગાબડા પડયા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 317.74 તૂટી 31,213.59 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 109.45 ગબડી 9710.80 બંધ થયો હતો.

ભારત-ચીન સરહદે તંગદિલી વધી છે. ચીને સરહદ પર 800 સૈનિકો યુધ્ધના શસ્ત્ર સંરજામ સાથે તૈનાત કર્યા છે. ચીન ગમેત્યારે હુમલો કરશે, તેવી દહેશત ફેલાઈ છે. જેને પગલે તેજીવાળા ખેલાડીઓએ જોરદાર વેચવાલી કાઢીને ઉભા લેણ સુલટાવ્યા હતા. આજે ફાર્મા સેકટરને છોડીને બાકીના તમામ સેકટરના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. અને શેરોના ભાવ ઝડપી તૂટયા હતા.

  • રોકડાના શેરોમાં ભારે વેચવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ વધુ 400.82 તૂટ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 563.42 ગબડ્યો હતો.
  • નાણાપ્રધાન અરૂણ જેટલીએ કહ્યું છે કે આગામી દિવસોમાં પણ સરકાર શેલ કંપનીઓ સામે કાર્યવાહી ચાલુ રાખશે, આવકવેરા કાયદા સાથે બેનામી સંપતિ કાયદા હેઠળ પણ કાર્યવાહી થશે. અત્યાર સુધીમાં 1 લાખ 78 હજાર કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરાયું છે.
  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો નફો 2.9 ગણો વધી રૂ.3,032 કરોડ રહ્યો. એસબીઆઈની વ્યાજની આવક 1.8 ટકા ઘટી રૂ.19,323 કરોડ આવી.
  • દિલીપ બિલ્ડકોનનો નફો 2.5 ગણો વધી રૂ.122.60 કરોડ આવ્યો.
  • કેડિલા હેલ્થકેરનો નફો 65.30 ટકા ઘટી રૂ.138.40 કરોડ નોંધાયો.
  • સ્ટ્રાઈડ્સ સાશુનનો નફો 82.10 ટકા ઘટી રૂ.5.8 કરોડ થયો હતો.
  • ટીવીએસ મોટરનો નફો 6.8 ટકા વધી રૂ.129.50 કરોડ નોંધાયો છે.
  • બોસનું પ્રથમ કવાર્ટરનો પરિણામ નિરુત્સાહી આવ્યું છે. બોસનો નફો 302.60 કરોડ આવ્યો છે,
  • હિન્દાલકોનો નફો 1.6 ટકા ઘટી રૂ.290 કરોડ નોંધાયો છે, કુલ આવક 27.5 ટકા વધી રૂ.1148 કરોડ આવી છે.
  • સિપ્લાનો નફો 23.6 ટકા વધી રૂ.425 કરોડ આવ્યો છે. કુલ આવક 3.4 ટકા ઘટી રૂ.3,525 કરોડ રહી.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS