Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

શ્રીનગર – સરકાર એક નવીન યોજના વિશે વિચારી રહી છે જેમાં ગ્રાહકો પ્રી-બુકિંગ કરાવશે તો એમને પેટ્રોલ, ડિઝલ એમના ઘેર ડિલીવર કરવામાં આવશે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે ટ્વીટ કરીને આમ જણાવ્યું છે અને પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ ટ્વીટ કરીને આવો સંકેત આપ્યો છે. તેઓ શ્રીનગરમાં પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલય માટે સંસદસભ્યોની સલાહકાર સમિતિની બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા.

મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે આ પગલાંનો હેતુ પેટ્રોલ પમ્પ્સ ખાતે લાંબી લાઈનો ઘટાડવા માટેનો છે.

દરમિયાન, આવતી પહેલી મેથી ગ્રાહકોએ આંતરરાષ્ટ્રીય કિંમત અનુસાર પેટ્રોલ અને ડિઝલ માટે દરરોજ નવો ભાવ ચૂકવવાનો રહેશે. શરૂઆતમાં આ વ્યવસ્થા દેસમાં પુડુચેરી, વિશાખાપટનમ, ઉદયપુર, જમશેદપુર અને ચંડીગઢમાં શરૂ કરવામાં આવનાર છે.

(આ છે, પેટ્રોલિયમ મંત્રાલયે કરેલા ટ્વીટ્સ)


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS