Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ- બોલિવુડ અભિનેતા ઈરફાનખાન અભિનિત ફિલ્મ હિંદી મીડિયમ આજે દેશના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મને લઈને દર્શકોમાં ઘણી ઉત્સુક્તા જોવા મળી રહી છે. ત્યારે આ ફિલ્મને મહારાષ્ટ્રમાં ટેક્સ ફ્રી જાહેર કરી છે. જેને લઈને ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો આભાર માન્યો હતો. તેમણે  વધુમાં જણાવ્યું હતું કે, હિંદી મીડિયમને ફિલ્મને ગુજરાતમાં પહેલાંથી જ ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. અને હવે મહારાષ્ટ્રમાં તેની ટેક્સ ફ્રી જાહેર કરાતાં અમે ઘણો આનંદ અનુભવી રહ્યાં છીએ.

ઈરફાનખાને કહ્યું હતું કે, આ એક સારું પગલું છે. ફિલ્મને ટેક્સ ફ્રી કરવાને કારણે વધુમાં વધુ લોકો ફિલ્મને નિહાળી શકશે. આ ફિલ્મ સામાજિક મુદ્દાને દર્શાવતી એક પરિવારિક મનોરંજક ફિલ્મ છે. જેથી આ ફિલ્મને વધુમાં વધુ દર્શકો સુધી પહોંચે તે ખૂબ જ જરૂરી છે. અમને આશા છે કે, ફિલ્મને અન્ય રાજ્યોમાં પણ ટેક્સ ફ્રી કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મથી વધુ એક પાકિસ્તાની અભિનેત્રી સબા કમર ડેબ્યૂ કરી રહી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS