Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ-કોર્પોરેટ સેક્ટરની લોન વસૂલવા માટે બેંકોના પ્રયત્નોને મજબૂતી આપતાં ગુજરાત હાઈકોર્ટે એસ્સાર સ્ટીલની આર.બી.આઈ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે.

આ પહેલાં 14 જુલાઈના રોજ હાઈકોર્ટે એસ્સાર દ્વારા ઈન્સોલ્વેન્સી એંડ બેંકરપ્સી કોડ અંતર્ગત કાર્યવાહી રોકવાની માગ કરતી અરજી પર નિર્ણય અનામત રાખ્યો હતો. એસ્સારે હાઈકોર્ટમાં આરબીઆઈના એ સરક્યુલર વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી જેમાં બેંકોને એસ્સાર અને અન્ય 11 મોટી કોર્પોરેટ કંપનીઓ વિરૂદ્ધ કાર્યવાહીના આદેશ આપ્યાં છે. આ 12 કંપનીઓમાંથી પ્રત્યેક કંપનીનું ઓછામાં ઓછા 5 હજાર કરોડ રૂપિયાની લેણું વસૂલવાનું બાકી છે.

આ પહેલાં અદાલતે એસ્સાર સ્ટીલ વિરૂદ્ધ ઈન્સોલ્વેંસી એક્ટ અંતર્ગત કાર્યવાહી પર સ્ટેનો આદેશ આપ્યો હતો. એસ્સાર સ્ટીલે કોર્ટમાં તર્ક આપતા અરજી દાખલ કરી હતી કે કંપની અત્યારે લોન સ્ટ્રક્ચરિંગના કામમાં લાગેલી છે એવામાં આરબીઆઈ સરક્યુલર યોગ્ય નથી. કંપનીએ તર્ક આપતા જણાવ્યું હતુ કે તેને બેડ લોન અંતર્ગત કાર્યવાહીનો સામનો કરનારી અન્ય 11 કંપનીઓની જેમ લેવામાં ન આવે જ્યારે કંપની વાર્ષિક 20,000 કરોડ રૂપિયાના ટર્નઓવર સાથે સારું કામ કરી રહી છે.

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તરફથી લોનની રીકવરી માટે આરબીઆઈને ઈન્સોલ્વેંસી એન્ડ બેંકરપ્સી કોડ અંતર્ગત કાર્યવાહીનો અધિકાર આપ્યા બાદ આ મામલે પગલાં ઝડપી બન્યાં છે. આરબીઆઈએ એક સરક્યુલર જાહેર કરીને બેંકોને 12 મોટી ડિફોલ્ટર કંપનીઓ વિરૂદ્ધ તત્કાળ ઈન્સોલ્વેન્સી એંડ બેંકરપ્સી કોડ અંતર્ગત કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આરબીઆઈએ ગયા મહિને જ 12 બેંકખાતાઓનું લીસ્ટ જાહેર કર્યું હતું જેના પર 5,000 કરોડ રૂપિયાથી વધારેનું લેણુ છે. આ 12 કંપનીઓ પર જ બેંકોના કુલ બેડ લોનના 25 ટકા જેટલું લેણું બાકી છે.

 

આ 12 કંપનીઓ પર ગાળીયો કસાશે

જે કંપનીઓ પર ગાળીયો કસાવાની શક્યતા છે તેમા એસ્સાર સ્ટીલ, ભૂષણ સ્ટીલ, લૈંકો, વીડિયોકોન, જેપી ગ્રુપ, એસ્સાર, એબીજી શિપયાર્ડ, પૂંજ લોયડ, ઈલેક્ટ્રોસ્ટીલ્સ, જબાન હોલ્ડિંગ્સ, મોનેટ ઈસ્પાત, પ્રયાગરાજ પાવર અને ઈરાગ્રુપ જેવી કંપનીઓના નામનો સમાવેશ થાય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS