Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફટકારવામાં આવેલી ફાંસીની સજા વિરુદ્ધ ICJ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારત તરફથી કેસ લડી રહેલા જાણીતા વકીલ હરીશ સાલ્વે માત્ર 1 રુપિયાની ફી લઈને કામ કરી રહ્યા છે. આ ખુલાસો વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે કર્યો છે. વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વેએ ICJમાં ભારત તરફથી કુલભૂષણ જાધવના બચાવમાં પક્ષ રજૂ કર્યો હતો.

સુષ્માએ કરી સાલ્વેની ફી અંગે સ્પષ્ટતા

ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વીટર પર એક  યૂઝર દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલનો જવાબ આપતા ઉપરોક્ત ખુલાસો કર્યો હતો. યૂઝરે પોતાના ટ્વીટમાં પુછ્યું હતું કે, ‘શું કોઈ બીજા વકીલે પણ આ પ્રકારે પક્ષ રજૂ કર્યો હતો અને તે પણ હરીશ સાલ્વે કરતા ઓછી ફી લઈને?’ પ્રશ્નનો જવાબ આપતા વિદેશ પ્રધાને લખ્યું કે, આ પ્રશ્ન યોગ્ય ન કહેવાય. કારણકે હરીશ સાલ્વેએ કુલભૂષણ જાધવના કેસ માટે માત્ર 1 રુપિયો ફી ચાર્જ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભારત પાસે બહુ ઓછા એવા વકીલ છે જે ICJમાં દલીલો રજૂ કરવા સક્ષમ હોય અને હરીશ સાલ્વે તે પૈકીના એક છે.

પાકિસ્તાનના જૂઠ્ઠાણાંનો કર્યો પર્દાફાશ

હેગ સ્થિત ICJ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારત તરફથી હરીશ સાલ્વેએ કુલભૂષણના બચાવમાં દલીલો રજૂ કરી છે. તેમણે પાકિસ્તાનની પોલ ખોલવા અનકે તર્ક રજૂ કર્યા છે અને કહ્યું કે પાકિસ્તાને આંતરારાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે. આપને જણાવી દઈએ કે, સાલ્વે વર્ષ 1992 થી 2002 સુધી ભારતના સોલિસિટર જનરલના પદે રહી ચુક્યા છે.

એક સુનાવણીની ફી 1 કરોડ સુધી

હરીશ સાલ્વેની ગણના ભારત જ નહીં પણ વિશ્વના મોંઘા વકીલોમાં કરવામાં આવે છે. તેમની એક સુનાવણીમાં હાજર રહેવાની ફી રુપિયા 60 લાખથી 1 કરોડ સુધીની હોય છે. રતન ટાટાથી લઈને મુકેશ અંબાણી સુધીના ઉદ્યોગપતિઓ માટે સાલ્વે સુપ્રીમ કોર્ટમાં કેસ લડી ચૂક્યા છે. આપને જણાવી દઈ કે, અનીલ અંબાણી સાથે થયેલા ગેસ વિવાદમાં સાલ્વેએ મુકેશ અંબાણી માટે કેસ લડ્યો હતો અને રુપિયા 15 કરોડ જેટલી ફી ચાર્જ કરી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS