Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રાંચી – પ્રવાસી ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની પહેલી બે ટેસ્ટ મેચ માટે ઈલેવનમાં સ્થાન પામી ન શકનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો છે અને હવે એ સિરીઝની બાકીની બે ટેસ્ટમાં પણ રમી શકે એમ નથી. એટલે પસંદગીકારોએ એને પડતો મૂકી દીધો છે.

ખભામાં ઈજાને કારણે કમનસીબ હાર્દિકને બાદ કરતાં પસંદગીકારોએ 15-સભ્યોની ભારતીય ટીમને યથાવત્ રાખી છે.

વડોદરાનિવાસી હાર્દિક જોકે વિજય હઝારે ટ્રોફીની ક્વોર્ટર ફાઈનલમાં વડોદરા વતી રમવાનો છે.

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝના આરંભ પૂર્વે જ્યારે હાર્દિક પંડ્યાનો 15-સભ્યોની ટીમમાં સમાવેશ કરાયો હતો ત્યારે એવું મનાયું હતું કે આ ઓલરાઉન્ડર વન-ડે ઈન્ટરનેશનલ્સ તેમજ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ્સની જેમ ટેસ્ટ ક્રિકેટમાં પણ જામી જશે.

પરંતુ પુણેમાં પહેલી ટેસ્ટ દરમિયાન જ એને પસંદગીકારોએ રિલીઝ કર્યો હતો અને ત્યારબાદ એ ત્રણ લીગ મેચ રમ્યો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ 16-માર્ચથી રાંચીમાં રમાવાની છે અને ત્યાંની પિચ સ્પિનરોને યારી આપે એવી ધારણા છે તેથી ઈલેવનમાં હાર્દિકના સમાવેશની શક્યતા આમેય ઘણી ઓછી હતી.

પસંગીકારોએ ઈન્જર્ડ ખેલાડીઓ – રોહિત શર્મા અને મોહમ્મદ શમીને પણ ટીમમાં સામેલ કર્યા નથી.

ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, કરુણ નાયર, આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, જયંત યાદવ, ભૂવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, અભિનવ મુકુંદ.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS