Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ- કહેવામાં આવી રહ્યું છે કે, રજનીકાંતની આગામી ફિલ્મ મુંબઈના અંડરવર્લ્ડ ડોન હાજી મસ્તાન મિર્ઝાના જીવન પર આધારિત હશે. જેને લઈને પોતાને હાજી મસ્તાનનો દત્તક લીધેલો દીકરો કહેનાર સુંદર શેખર નામની એક વ્યક્તિએ આ ફિલ્મ માટે રજનીકાંતને ધમકી આપી છે. શેખરે રજનીકાંતને આપેલી ધમકીમાં કહ્યું છે કે, તે હાજી મસ્તાનને આ ફિલ્મમાં અથવા ડોનના પાત્રમાં દર્શાવવાની ભૂલ ન કરે

ધમકીભર્યા વીડિયો મેસેજમાં કહ્યું છે કે, મિસ્ટર રજનીકાંત, તમે હાજી મસ્તાન પર ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો તે સારી વાત છે. પણ ધ્યાન રાખો કે જો હાજી મસ્તાનની ઈમેજને તમારી ફિલ્મમાં વિલન તરીકે દર્શાવવામાં આવશે તો તમારે અને તમારી ટીમે તેની ભરપાઈ કરવી પડશે. અમારી પાર્ટીના લોકો પછી તમને છોડશે નહીં, અને તે તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

શેખરે પોતાની ધમકીમાં એમ પણ કહ્યું છે કે, હાજી મસ્તાનને એક સ્મગલર અને અંડરવર્લ્ડ તરીકે રજૂ કરવા અમારા માટે અપમાનજનક બાબત છે. અને અમે તે કોઈપણ ભોગે સહન નહીં કરીએ. તેમને સ્મગલિંગ અને અંડરવર્લ્ડ એક્ટિવિટીને કારણે કોઈ પણ કોર્ટે ગુનેગાર સાબિત નહોતા કર્યા. મુંબઈ પોલીસના અધિકારીઓએ આ વીડિયો અંગે તપાસ શરુ કરી છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS