Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાની બજેટ સત્રની કાર્યવાહી દરમિયાન વીજળી અને સિંચાઈવિભાગને લગતાં કેટલાક પ્રશ્નો વિશે ઉત્તર આપવામાં આવ્યાં હતાં. જેમાં નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલે ભાગ લીધો હતો.

કચ્છમાં છેલ્લાં બે વર્ષમાં ૮૮ તળાવો ઉંડા કરાતાં ૧૦૨૩ લાખ ઘનફૂટ વધારાના પાણીનો સંગ્રહ થયો

કચ્છ જિલ્લામાં તળાવો ઉંડા કરવાની કામગીરીનો પ્રત્યુત્તર આપતાં જળસંપત્તિ રાજ્યપ્રધાન નાનુભાઇ વાનાણીએ જણાવ્યું હતું કે, તળાવોને ઉંડા કરવાની કામગીરીમાં પારદર્શિતા લાવવા થર્ડ પાર્ટી મૂલ્યાંકન કરવામાં આવે છે. તળાવને ઊંડા કર્યાં પહેલાંનું સ્તર અને તળાવને ઊંડા કર્યાં બાદના સ્તરની માપણી કરવામાં આવે છે અને તેનું થર્ડ પાર્ટી મૂલ્યાંકન કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૮૮ તળાવો ઊંડા કરવામાં આવ્યાં હતાં. જેમાં વર્ષ-૨૦૧૫માં ૫૦ અને ૨૦૧૬માં ૩૮ તળાવો ઊંડા કરવામાં આવ્યાં હતાં. જેનો રૂ.૬૮૮.૬૫ લાખનો ખર્ચ થયો અને ૧૦૨૩.૪૯ લાખ ઘનફૂટ વધારાના પાણીનો સંગ્રહ થઇ શક્યો.  તળાવો ઊંડા ઉતરતાં ૪૦૦ હેકટરથી વધુ જમીનને પિયતમાં લાભ થયો હોવાનો અંદાજ છે.

 તારાપુર અને સોજીત્રામાં પુરતી વીજ વ્યવસ્થા

ઊર્જાપ્રધાન ચીમનભાઇ સાપરીયાએ જણાવ્યું હતું કે, તારાપુર અને સોજીત્રામાં એક પણ ફોલ્ટ ન આવે એવી વીજ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યાં ૬૬ કીલોવોટના સબ-સ્ટેશન સ્થાપવામાં આવી રહ્યાં છે ત્યાં, ગુણવત્તાની કાળજી લેવામાં આવી રહી છે. તેમણે આણંદ જિલ્લાની વીજ પુરવઠાની પરિસ્થિતિની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, આણંદમાં ૨૨ કે.વી.નું એક, ૧૩૨ કે.વી.નું એક સહિત કુલ ૧૪ વીજ સબ-સ્ટેશન કાર્યરત છે. આંકલાવમાં ૩, ઉમરેઠમાં ૨, ખંભાતમાં ૪, તારાપુરમાં ૧, પેટલાદમાં ૫, બોરસદમાં ૩ અને સોજીત્રામાં ૩ વીજ સબસ્ટેશનો કાર્યરત છે.

નર્મદા, ભરુચ અને તાપી જિલ્‍લામાં રૂ.૧૧૧ લાખના ખર્ચે ૩૦૬૭ લાભાર્થીઓને વીજજોડાણ અપાયાં

ઊર્જામંત્રી ચીમનભાઇ સાપરીયાએ જણાવ્‍યું છે કે, આદિજાતિ લોકોને ઘરવપરાશના વીજજોડાણો  માટેની કુટિર જ્યોતિ યોજના હેઠળ નર્મદા, ભરુચ અને તાપી જિલ્‍લામાં રૂ.૧૧૧ લાખના ખર્ચે ૩,૦૬૭ લાભાર્થીઓને વીજજોડાણ પૂરાં પડાયાં છે. કુટિર જ્યોતિ યોજના હેઠળ જે વીજજોડાણો આદિજાતિ લોકોને અપાયાં છે તેમાં નર્મદા જિલ્‍લામાં રૂ.૪૬.૯૮ લાખના ખર્ચે ૧,રર૯ લાભાર્થી, તાપી જિલ્‍લામાં ૩૬.૩૦ લાખના ખર્ચે ૧,૦૩૭ લાભાર્થીઓને તથા ભરુચ જિલ્‍લામાં ર૮.૩૩ લાખના ખર્ચે ૮૦૧ લાભાર્થીઓને વીજ કનેકશનો પૂરા પડાયાં છે. આ ઉપરાંત આ ત્રણેય જિલ્‍લામાં ગરીબ લાભાર્થીઓને અન્‍ય યોજના હેઠળ ૭૬.૦૬ લાખના ખર્ચે ૧,૭૩૧ લાભાર્થીઓને વીજજોડાણો પૂરાં પડાયાં છે.

ગાંધીનગર જિલ્‍લામાં સઇજ-હાજીપુર કાંસ તથા પાનસર વાવોલ કાંસને રૂા.૩ર.ર૧ લાખના ખર્ચે મરામત કરાઇ :

ગાંધીનગર જિલ્‍લામાં સઇજ, હાજીપુર, કાંસ તથા પાનસર વાવોલ કાંસની રૂા.૩૧.ર૧ લાખના ખર્ચે મરામત અને સફાઇ કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્‍લામાં કાંસ મરામત, જાળવણી અને સફાઇ ખર્ચના પ્રશ્નના પ્રત્‍યુત્તરમાં નાનુભાઇ વાનાણી જણાવ્યું હતું કે,સઇજ-હાજીપુર કાંસની મરામત-જાળવણી માટે રૂા.૮.૭૧ લાખ અને પાનસર-વાવોલ કાંસની મરામત જાળવણી માટે રૂા.રર.પ૦ લાખનો ખર્ચ કરાયો છે. કલોલ તાલુકામાં ૭ કાંસ, ઉપર ૯૧ નાળાં, ગાંધીનગર તાલુકામાં કલોલ પર ૧૩૦ નાળાં અને દહેગામ તાલુકામાં ર કાંસ ઉપર ૪પ નાળાં અવરજવર માટે નિર્માણ કરવામાં આવ્‍યા છે.

સૂરત જિલ્‍લામાં ૧૬ર.૧૩ કિ.મી. લંબાઇની નહેર સુધારણા કામ મંજૂર : જળસંપત્તિપ્રધાન

કાંકરાપાર યોજના અંતર્ગત સૂરત જિલ્‍લામાં નહેર સુધારણા કાર્યક્રમ હેઠળ ૧૬ર.૧૩ કિ.મી. નહેર લંબાઇની સુધારણા કાર્યો રૂા.૧૩૮૩ર.૪૬ લાખના ખર્ચે કરવાનું આયોજન છે. આ નહેર સુધારણાથી સૂરત જિલ્‍લામાં ૧,૦૩,૪૯૯ હેકટર સિંચાઇ વિસ્તારને લાભ થશે.  કાંકરાપાર યોજના અંતર્ગત મુખ્‍ય બ્રાન્‍ચ સહિતની કુલ ૪,પ૦૦ કિ.મી.થી વધુ લંબાઇની નહેરથી ખેડૂતોને સિંચાઇ પૂરી પાડવામાં આવે છે ત્‍યારે સમયાંતરે તેનું સુધારણા કામ જરૂરી છે.

 

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS