Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર-ગુજરાત સાહિત્‍ય અકાદમી દ્વારા ૧૮મી જૂન રવિવારે ગુજરાતના સાહિત્‍યકારો અને સાહિત્‍યપ્રેમીઓની એક ચર્ચાગોષ્ઠિ વિશ્વકોશ ભવનમાં બપોરે ૧૧ વાગે યોજવાનું નક્કી કર્યુ છે. તેમાં ગુજરાતી સાહિત્‍યને વધુ સંવર્ધિત કરવા માટે શું કરવું જોઇએ તેનો વિચાર વિમર્શ થશે.આ પ્રકારનો કાર્યક્રમ પ્રથમવાર

ગુજરાતી શ્રેષ્ઠ સાહિત્યને વધુ વાચકો સુધી કઇ રીતે પહોંચાડી શકાય તેની ચર્ચા પણ થશે. ગુજરાત સાહિત્‍ય અકાદમીની સાથે હિન્‍દી અકાદમી, સિંધી અકાદમી, સંસ્‍કૃત અકાદમી, ઉર્દુ અકાદમી અને કચ્‍છી અકાદમી પણ કાર્યરત છે.

કાર્યક્રમનો હેતુ એ છે કે સાહિત્‍ય તો ઉત્તમ સર્જન સ્વરૂપ છે અને સાહિત્‍યકાર એ સાંસ્‍કૃતિક પ્રતિનિધિ છે તેમની વચ્‍ચે સદભાવનાનું કમળ ખીલવું જોઇએ. અકાદમી એ હેતુથી સહુની સાથે સીધો સંપર્ક કરવા માગે છે, તેનો પ્રથમ પ્રયાસ આ અઢારમીની બેઠકથી શરૂ થશે, એ પછી એક પછી એક વધુ સાર્થક પ્રયાસો અને કાર્યક્રમોનું પણ આયોજન કરવાનું આયોજન છે.

મુખ્‍યત્વે સાહિત્‍યમાં નવોદિતો વધુ ઉત્તમ લખતાં થાય, તેને યોગ્‍ય પ્રસિદ્ધિનું માધ્યમ મળે, તેના પુસ્‍તકો છપાય એ ખૂબ જ જરૂરી છે. આને માટે તમામ સાહિત્યિક સંસ્‍થાઓ સાથે મળીને કામ કરે, શાળા મહાશાળા અને યુનિવર્સીટીઓમાં તેવો માહોલ સર્જાય તો સર્વોતમ સાહિત્‍ય વધુ પ્રકાશિત થશે વધુ વંચાશે તેવો વિચાર આ પાછળ છે. પહેલાંના કવિ, નવલકથાકાર, પત્રકાર, નિબંધ સર્જકો અને વિચારવાહકો પણ હોંશેહોંશે નવી પેઢી સુધી સ્થાપિત થશે. આ કામ માટે પ્રથમ મિલનગોષ્ઠિની પહેલ ગુજરાત સાહિત્‍ય અકાદમી કરી રહી છે તેને અનેકક્ષેત્રે આવકાર મળ્યો છે. ઘણાં સાહિત્‍યકાર અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્‍થિત રહેશે અને પોતાના અભિપ્રાય વ્‍યકત કરશે.

(સાહિત્ય પરિષદનો) સ્વાયત્તતાના સિદ્ધાંતના નામે જે જડતા સાથેનો ઉહાપોહ થઇ રહ્યો છે તેનાથી આ મિલન દૂર રહેશે તેમ મહામાત્ર, ગુજરાત સાહિત્‍ય અકાદમી ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે. 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS