Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગુજરાતના પ્રભારી તરીકે દિનેશ શર્માને વિદાય અને ભૂપેન્દ્ર યાદવને કાર્યભાર સોંપાશે

અમદાવાદ– ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નગારા વાગી રહ્યાં છે, તે અગાઉ વડાપ્રધાન મોદી સહિતના નેતાઓનો ગુજરાત પ્રવાસ અને સાથોસાથ વિરોધ પક્ષ પણ સફાળો જાગી ગયો છે. ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ની પ્રદેશ કારોબારી 21 અને 22 એપ્રિલે સોમનાથમાં મળી રહી છે. આ કારોબારીમાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને ઉત્તર પ્રદેશના ઉપમુખ્યપ્રધાન દિનેશ શર્મા તથા ભાજપના ગુજરાતના નવા પ્રભારી અને રાજ્યસભાના સાંસદ ભૂપેન્દ્ર યાદવ ખાસ હાજર રહેશે. સોમનાથમાં મળનારી કારોબારીની બેઠકમાં વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવવા માટે સંકલ્પ કરાય અને તે માટે રણનીતિ ઘડાશે.

21-22 એપ્રિલે મળનારી કારોબારીની બેઠકમાં ગુજરાતના પૂર્વ પ્રભારી એવા દિનેશ શર્માને વિદાય અપાશે, જ્યારે નવા પ્રભારી તરીકે ભુપેન્દ્ર યાદવને કાર્યભાર સોંપાશે. આ કારોબારીની બેઠકમાં પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી સહિત મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના 500 પદાધિકારીઓ હાજર રહેશે.

સોમનાથદાદાના શરણમાં જ વિધાનસભાની 2017માં આવનારી ચૂંટણી માટે 150 બેઠકો હાંસલ કરવાનો સંકલ્પ લેવાશે. તેમજ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પાર્ટીના તમામ કાર્યકર્તાઓને વિજય મંત્ર આપશે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષ પણ સામેલ થનાર છે. જાણવા મળ્યા મુજબ અમિત શાહ 22 એપ્રિલે સોમનાથ આવશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS