Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ-ગુજરાતના શિક્ષણક્ષેત્રમાં પ્રાથમિક કક્ષાએથી જ શિક્ષણ પદ્ધતિનો મોટો બદલાવ આવનારા સમયમાં આવશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે લીધેલાં નિર્ણય અનુસાર સીબીએસસીની શાળાઓમાં ભણાવાતો એનસીઇઆરટીનો અભ્યાસક્રમ 2018-19ના શૈક્ષણિક સત્રથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1,3 અને 6માં ભણાવવામાં આવશે.

વર્તમાન સમયમાં અમલી શૈક્ષણિકનીતિ અનુસાર ધોરણ 1થી8માં રાજ્ય પાઠ્ય પુસ્તકમંડળના ભાષાના પુસ્તકો જ ભણાવવામાં આવે છે. અત્યારે ધોરણ 1 અને 2માં પર્યાવણ વિષય ભણાવવામાં આવે છે, તે વિષય માટેનું સ્વતંત્ર પાઠ્ય પુસ્તક નથી. પરંતુ ભાષા અને ગણિતના પુસ્તકોના પર્યાવરણ વિષય મૂકવામાં આવે છે. એટલા માટે ધોરણ 1 અને 2માં એનસીઈઆરટીના પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કરીને પર્યાવરણના અલગ વિષયનું અલગ જ પાઠ્યપુસ્તક વર્ષ 2018-19થી અમલમાં આવશે. તો આ સિવાય ધોરણ-6 અને 8માં વિજ્ઞાનના વિષય માટે પણ એનસીઆઈઆરટીના પુસ્તકનું ભાષાંતર કરીને આગામી નવા સત્રથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.

ગણિતના વિષયની જો વાત કરવામાં આવે તો ધોરણ 1થી8માં ગણિતના વિષયમાં કોઈ જ પ્રકારે બદલાવ કરવામાં નહી આવે. ગણિત અને વિજ્ઞાન સિવાય અન્ય વિષયોની અમલવારીમાં આગામી વર્ષમાં ધોરણ 1થી3 અને ધોરણ-6 તો વર્ષ 2019-20માં ધોરણ- 2,4, અને 7 અને વર્ષ 2020-21માં ધોરણ 5 અને 8ના ભાષાઓ સિવાયના તમામ પુસ્તકો એનસીઆઈઆરટી મુજબ ભણાવાતાં થઈ જશે.

ગુજરાતના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયસ્તરે યોજાતી નીટ જેવી પરીક્ષાઓ માટે પાયાથી જ શિક્ષણ મેળવીને તૈયાર થઈ શકે તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ વર્ષના અંત સુધીમાં ધોરણ 1,3 અને 6ના ભાષા સિવાયના તમામ પુસ્તકો ગુજરાતીમાં તૈયાર કરી દેવાશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS