Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર–  આદિજાતિ જિલ્લાના આદિજાતિ ભાઈ-બહેનો દ્વારા તૈયાર થતી હસ્તકલાની વસ્તુઓ હવે ઓનલાઈન મળશે. અમેઝોન કંપની સાથે કરાર થયા છે, જેનાથી આદિજાતિ યુવક અને યુવતીઓની હસ્તકલા હવે વૈશ્વિક ઓળખ બનશે અને તેમને વધુ પ્રાઈઝ સાથે યોગ્ય વળતર મળી રહેશે.

ગુજરાતના ૧૪ આદિજાતિ જિલ્લામાં આદિજાતિ ભાઇ-બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ આકર્ષક આદિજાતિ હસ્તકલાને હવે નવીન વૈશ્વિક ઓળખ મળશે. આ રસપ્રદ હસ્તકલા વસ્તુઓનું હવે સમગ્ર વિશ્વમાં ઓનલાઇન કોમર્સ કંપની એમેઝોનના પ્લેટફોર્મ દ્વારા વેચાણ કરવામાં આવશે, તેમ ટ્રાયબલ ડેવલપમેન્ટ  વિભાગ અને એમેઝોન ઇન્ડિયા વચ્ચે આદિજાતિ હસ્તકલાના ઓનલાઇન વેચાણ માટેના એમ.ઓ.યુ. થયા છે. આ માહિતી ટ્રાયબલ ડેવલપમેન્ટ કમિશનર રવિશંકરે આપી હતી.

મહાત્‍મા મંદિર ખાતે આઠમી વાયબ્રન્ટ સમિટ અંતર્ગત યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરીકાના કન્ટ્રી સેમીનારમાં ટ્રાયબલ કમિશનર રવિશંકરે કહ્યું હતું કે, આદિજાતિ હસ્‍તકલાના ઓનલાઇન વેચાણ માટેના એમેઝોન સાથેના આજના કરાર આદિજાતિ વિકાસ માટે આવનારા સમયમાં આર્થિક ક્ષેત્રે પ્રગતિ માટેના માઇલ સ્‍ટોન સાબિત થશે. રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્‍લાઓમાં સ્‍થાનિક યુવક/યુવતિઓ દ્વારા પરંપરાગત, યુનિક અને આકર્ષક હસ્‍તકલાની વિવિધ વસ્‍તુઓ તૈયાર કરવામાં આવે છે. આ વસ્‍તુઓમાં ખાસ કરીને કૃષિ, બાગાયત, વિલજે ઇન્‍ડસ્‍ટ્રીઝ, હાથવણાટ, અને હસ્‍તકલા સાથે સંકળાયેલી બાબતોને વિકસાવવા પ્રધાન્‍ય આપવામાં આવે છે. જેમાં બંમ્‍બુ ક્રાફ્ટ, વારલી પેઇન્‍ટીંગ, પિથોરા પેઇન્‍ટીંગ, ભાદા પેઇન્‍ટીંગ, ક્લે ક્રાફ્ટ, તેમજ વિવિધ જંગલ ખાદ્યપેદાશો, મધ અને મૂસળી, હર્બલ મેડિસીન, નાગલી પાપડ, નાગલી બિસિકટ, નાગલી-બાંમ્‍બુ અથાણું, જેવા અનેકિવધ ઉત્‍પાદનોનું એમેઝોન ઇન્‍ડિયાના માધ્‍યમથી ઓનલાઇન વેચાણ કરવામાં આવશે.

એમેઝોન ઇન્‍ડિયા સાથે ઓનલાઇન વેચાણ માટેના કરારથી આદિજાતિ વિસ્‍તારના વિકાસને ખૂબ જ વેગ મળશે, અને આદિજાતિ ભાઇબહેનોના કૌશલ્‍યને વિશ્‍વ સમક્ષ મુકવામાં સરળતા રહેશે. વૈશ્વિક ક્ષેત્રે ઓનલાઇન વેચાણથી સ્‍થાનિક યુવાનોને રોજગારીની નવી વૈશ્વિક તકો ઉપલબ્‍ધ થશે. સ્‍થાનિક આદિજાતિ બહેનોને પદ્ધતિસરની તાલીમ આપી વેપારી કે ઓદ્યોગિક સાહસ માટે તૈયાર કરવાના હેતુથી એમેઝોન દ્વારા સહેલી પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. આ માટે આદિજાતિ વિસ્‍તારના ભાઇબહેનોને જરૂરી સુવિધાઓ પણ રાજ્યસરકાર દ્વારા પૂરી પડવામાં આવે છે, તેમ આદિજાતિ કમિશનર રવિશંકરે જણાવ્‍યું હતું.

રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ કલાકારો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ વસ્‍તુઓના વેચાણ-પ્રોત્‍સાહન આપવાના ઉદ્દેશથી આદિજાતિ વિસ્‍તારોમાં ૧૬ જેટલા ટ્રાયબલ બજાર અને ૨૧ કૉલ્‍ડ-સ્‍ટોરજ, રીડિંગ સેન્‍ટર શરૂ કરવામાં આવ્‍યા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS