Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ- આ વર્ષે દેશ અને ગુજરાતમાંથી વધુ સંખ્યામાં હાજીઓ પવિત્ર હજયાત્રા કરી શકશે. ગુજરાત હજ કમિટીના ચેરમેને મંહમદઅલી કાદરી, સચિવ ઉસ્માનભાઈ પટેલ અને કમિટીના સભ્યો દ્વારા ભારતના વિદેશ મંત્રાલયમાં આગ્રહપૂર્વકની રજૂઆત કરતાં આ વર્ષે ગુજરાતના લગભગ 10,853 હાજીઓ હજયાત્રાએ જઈ શકશે.

અમદાવાદ શહેરમાં કાલુપુર વિસ્તારમાં હજ હાઉસના નવીનીકરણ તથા હાજીઓના ડ્રો માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે હજ યાત્રીઓનો ડ્રો કરાવવામાં આવ્યો હતો.  ડ્રો થયા બાદ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના સહ પ્રવક્તા, હજ કમિટીના સભ્ય તથા દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પોતાના વકત્વયમાં જણાવ્યું કે સાઉદી અરેબિયા ખાતે આવેલ મક્કા હરમનું નવીનીકરણનું કાર્ય પૂર્ણ થતાં હવે વિશ્વના લગભગ એક કરોડ જેટલા હાજીઓ હર વર્ષે યાત્રા કરી શકશે. સાઉદી અરેબિયાની સરકારે ભારતના હાજીઓના ક્વોટામાં 30 હજાર જેટલો વધારો કર્યો છે.  જેનાથી આ વર્ષે દેશ અને રાજ્યમાંથી વધુ સંખ્યામાં હાજીઓ પવિત્ર હજયાત્રા કરી શકશે.

શેખે હજ કમિટીના ચેરમેને અને સભ્યોને અપીલ કરતા જણાવ્યું હતું કે, હજી ક્ષેત્રે જે સુંદર કામગીરી કરી છે તે આગળ ધપાવતાં આપણે જે પણ પક્ષના સભ્ય હોઈએ. પરંતુ સમાજને કેન્દ્રબિન્દુએ રાખી ગુજરાત અલ્પસંખ્યક નાણા નિગમ, વક્ફ બોર્ડ તથા લઘુમતી સમાજના વિકાસ માટેની ગ્રાન્ટમાં વધારો કરવા તથા લધુમતી સમાજના અરજી કરનાર તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી રહે તે માટે સરકારશ્રીમાં રજૂઆત કરી સાચા અર્થમાં સૌનો સાથ, સૌનો વિકાસનું સૂત્ર સાર્થક બનાવે. શેખે ઉપસ્થિત મુસ્લિમ સમાજના લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, સમાજની વાડાબંધી, ફીરકા અને મસ્ખલ દરકિનાર કરી, એક થઈ, આપણા મોટાભાઈ સમાન હિન્દુ સમાજ કે સવાયો બિનસાંપ્રદાયિક છે, તેની સાથે ઇસ્લામ ધર્મમાં બતાવવામાં આવેલ સારા આચરણ દ્વારા ભાઈચારાના સંબંધો કેળવી, સમાજ-સમાજ વચ્ચેની ગેરસમજ દૂર થાય તેવા પ્રયત્નો કરવા અપીલ કરી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS