Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– રાજ્ય સરકાર દ્વારા પોલીસ ખાતાંમાં મોટાપાયે વિવિધ જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરી એકસાથે 18 હજારથી વધુ ઉમેદવારોને ગુરુવારે સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર એક કાર્યક્રમમાં નિમણૂકપત્ર અપાશે. પોલીસ વિભાગની આ ભરતી પારદર્શિતા સાથે કરવામાં આવી હોવાનું ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાયેલી મેરેથોન ભરતી પ્રક્રિયા સંદર્ભે જણાવાયું હતું કે,  સરકારે પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના પાયા ઉપર વિકાસની નૂતન ઇમારત સર્જી છે. બેરોજગારો પ્રતિ સંવેદનશીલતા દાખવીને રાજ્ય સરકારે આ વર્ષે સરકારના વિવિધ વિભાગોમાં ૬૭ હજાર જગ્યાઓ ઉપર ભરતી કરવાનો  નિર્ણય લીધો અને તેના જ ભાગરૂપે એકલા ગૃહવિભાગે એક સાથે ૧૮,૨૧૭ ઉમેદવારોને જુદી જુદી જગ્યાઓ ઉપર પસંદ કરીને  યુવાનોને સરકારી નોકરીમાં નિમણૂકપત્ર આપવાનો ઇતિહાસ રચશે.

મેગા નિમણૂકપત્ર વિતરણ કાર્યક્રમ ૧૮ મે, ના રોજ સાબરમતી  રીવરફ્રન્ટ પર બપોરે ૩ કલાકથી યોજાશે જેમાં રાજ્યના તમામ જિલ્લામાંથી ભરતી પ્રકિયા દ્વારા પસંદ થયેલા ઉમેદવારો ઉપસ્થિત રહેશે અને આ જ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન સહિત મંત્રીમંડળના સભ્યો ના હસ્તે સરકારી નોકરીના નિમણૂકપત્રો મેળવશે.

ઉલ્લેખનીય છે કે, ભરતી પ્રક્રિયા માટે સરકારે લોકરક્ષક ભરતી બોર્ડ, પી.એસ.આઇ. ભરતી બોર્ડ એવા વિવિધ ભરતી બોર્ડની રચના કરી છે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઝડપથી ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી અને લોકરક્ષક, જેલ સિપાહી, એસ.આર.પી. કોન્સ્ટેબલ, વગેરેની ખાલી જગ્યાઓ ઉપર ભરતી માટે લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી યોજી હતી જેમાંથી ૧૭,૫૩૨ ઉમેદવારો આખરી પસંદગી પામ્યાં હતા. આ જ રીતે પી.એસ.આઇ. ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એ.એસ.આઇ. ઉપરાંત ઇન્ટેલીજન્સ ઓફિસર, આસિસ્ટન્ટ ઇન્ટેલીજન્સ ઓફિસર વગેરેની જગ્યાઓ માટે ભરતી યોજીને ૬૮૫ જેટલા ઉમેદવારોની પસંદગી કરી છે. આમ બધા મળીને પસંદગી પામેલા કુલ  ૧૮,૨૧૭ ઉમેદવારોને આ કાર્યક્રમ દરમિયાન નિમણૂકપત્રો એનાયત થશે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS