Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ- રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા 1 હજાર રુપિયાના ટોકન દરના ટેબલેટ વિતરણ સામે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વ્યંગબાણ છોડવામાં આવ્યાં હતાં. કોંગ્રેસે ભૂતકાળમાં ભાજપ સરકાર અને પીએમ મોદીના વાયદાઓની લોલીપોપ ટેબલેટ યાદ કરાવી હતી.

કોંગ્રેસ દ્વારા શાસક પક્ષને આકરાં પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં. ચૂંટણી નજીક આવતા ભાજપ સરકારે છેલ્લા ૧૫ વર્ષની જેમ જ વિવિધ યોજના – સમાજના મત મેળવવા ‘ટેબલેટ’ (લોલીપોપ) અંગે ગુજરાતના નાગરિકોને ભાજપ જવાબ આપે તેવી માગણી કરી હતી.  ચૂંટણી આવે ત્યારે  ભાજપ સરકાર ‘ટેબલેટ’ (લોલીપોપ) વહેંચણી કરે છે. સત્તામાં આવ્યાં બાદ નાગરિકોના હક્ક, ન્યાય-અધિકાર હડસેલી દેવામાં આવે છે. શાળા-કોલેજોમાં શિક્ષકો-અધ્યાપકોની નિમણૂક કરવી નથી, પ્રવેશ, પરીક્ષા અને પરિણામમાં મોટા પાયે ગેરરીતિ કરવામાં આવે છે. કોમ્પ્યુટર શિક્ષકો-અધ્યાપકોની નિમણૂક આપવામાં આવતી નથી. વિધાનસભા-લોકસભાની ચૂંટણીસમયે ભાજપ પ્રજાની લાગણી સાથે ખેલી મતદાતાઓની સતત અવગણના કરી છે.  ભાજપની ‘ટેબલેટ’ (લોલીપોપ) યોજનાઓ અંગે ગુજરાતના નાગરિકોને જવાબ આપો.

૧.      ગુજરાતના ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના નાગરિકો માટે ૫૦ લાખ મકાનો બનશે તેવી  ‘ટેબલેટ’ અંગે જવાબ આપો.

૨.      યુવાનોને દર વર્ષે ૨ કરોડ નોકરી અપાશે. તેવી ‘ટેબલેટ’ અંગે જવાબ આપો.

૩.      “બટાકામાંથી વેફર બનીને મારો ખેડૂત મારુતિ ફેરવશે” તેવી ‘ટેબલેટ’ અંગે ખેડૂતોને જવાબ આપો.

૪.      “ચકલી ખોલશો તેલ-ગેસ આવશે” તેવી ‘ટેબલેટ’ અંગે ખેડૂતોને જવાબ આપો.

૫.      “દરેક નાગરિકના ખાતામાં રૂા. ૧૫-૧૫ લાખ જમા થશે” તેવી ‘ટેબલેટ’ અંગે  નાગરિકોને જવાબ આપો.

૬.      “પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાશે”, “૧ માથાં સામે ૧૦ માથાં કાપી લવાશે” તેવી ‘ટેબલેટ’ અંગે જવાબ આપો.

૭.      મેક ઈન ઈન્ડિયાની વાત કરીને ટેબલેટ મેડ ઈન ચાઈના તેવી ‘ટેબલેટ’ અંગે ગુજરાતના નાના-મધ્યમ કદના ઉદ્યોગોને જવાબ આપો.

વિધાનસભા કે લોકસભાની ચૂંટણી ટાણે ભાજપને  મતદાતાઓને આવી ‘ટેબલેટ’ (લોલીપોપ) આપીને છેતરપિંડી કરવાની પ્રેક્ટિસ છે પણ હવે ગુજરાતના નાગરિકો ભાજપની આવી ‘ટેબલેટ’ ટેકનીકમાં ફસાવાના નથી અને કોંગ્રેસને જીતાડશે તેવો દાવો ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યાં હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS