Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદઃ  2017નો જીટીયુ સેન્ટ્રલ ટેકફેસ્ટ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ઈતિહાસમાં અનેક રીતે અભૂતપૂર્વ બની રહેશે.  30 અને 31મી માર્ચના રોજ યોજાનારા આ મેગા ટેકનોલોજી મહોત્સવનું ઉદઘાટન સીએમ વિજય રૂપાણીના હસ્તે થશે. આ વખતે ટેકફેસ્ટનું યજમાનપદ એલ.ડી. કૉલેજ ઑફ એન્જીનિયરીંગ અને એલ.એમ. ફાર્મસી કૉલેજ સંયુક્તપણે સંભાળી રહ્યાં છે. આ ટેકફેસ્ટનો મૂળ હેતુ તાલુકા સ્તરના અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને રાજ્યસ્તરીય મંચ પૂરૂં પાડીને તેઓની પ્રતિભા ઝળકાવવાનો પ્રયાસ કરવાનો છે. વિદ્યાર્થીઓના ઈનોવેટીવ પ્રોજેક્ટો રાજ્યસ્તરે ચમકે તો તેઓને પ્રોજેક્ટમાંથી પ્રોડક્ટમાં રૂપાંતર કરવા સુધીની પ્રક્રિયામાં આગળ વધવાની તક મળી શકે એવા અભિગમને આ ટેકફેસ્ટમાં આવરી લેવામાં આવશે. ગુજરાત ઉપરાંત દિલ્હી, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકમાંથી વિદ્યાર્થીઓ, વાલીઓ, પ્રાધ્યાપકો અને નિષ્ણાતો મોટી સંખ્યામાં ભાગ લેશે. વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમો માટે રોજેરોજ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.

પહેલીવાર કવૉડકોપ્ટર રેસનો સમાવેશ

જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. નવીન શેઠે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ વખતે ટેકફેસ્ટમાં 40 ટેકનિકલ અને 20 નોન-ટેકનિકલ સહિતની કુલ 60 સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ સ્પર્ધાઓ મુખ્યત્વે એન્જીનિયરીંગ, મેનેજમેન્ટ અને ફાર્મસી કૉલેજોના વિદ્યાર્થીઓને આવરી લેશે. ટેકફેસ્ટ 2017માં પહેલીવાર કવૉડકોપ્ટર રેસનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને કવૉડ એવિયેટર નામ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત રેસિંગ કાર સ્પર્ધા-એટીવી ચેમ્પિયનશીપ 4.0 ટેકફેસ્ટનું મુખ્ય આકર્ષણ બની રહેશે. વિદ્યાર્થીઓના ટેકનિકલ અને સાંસ્કૃતિક તથા અન્ય કૌશલ્યો વિકાસ પામે તેના માટે મોટાપાયે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે વિવિધ સ્પર્ધાઓના મળીને કુલ રૂ. પાંચ લાખના ઈનામો રાખવામાં આવ્યા છે.

પ્રદર્શનો, પ્રોફેશનલ લેક્ચરો અને વર્કશોપ

ટેકફેસ્ટમાં પ્રદર્શનો, પ્રોફેશનલ લેક્ચરો અને વર્કશોપ પણ યોજવામાં આવશે. કોન્ફેબ 17 અતર્ગત યોજાનારી વ્યાખ્યાનમાળામાં દેશભરના નિષ્ણાતો વક્તવ્યો આપશે અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેઓને માર્ગદર્શન પૂરૂં પાડશે. આ પ્રસંગે સ્ટાર્ટ અપ સમીટ અને ટેકએક્સપો જેવા પ્રોજેક્ટ આધારિત કાર્યક્રમો પણ યોજવામાં આવશે. લેટેસ્ટ ટેકનોલોજી અને વિશ્વના અત્યાધુનિક ટ્રેન્ડ પર આધારિત વિષયો જેવા કે ગેમ ડેવલપમેન્ટ, મશીન લર્નિંગ, બ્લ્યુટુથ રોબોટીક્સ, ડિજિટલ માર્કેટીંગ, પર્સિસ્ટન્સ ઑફ વિઝન વગેરે પર આધારિત વર્કશોપ પણ આ ટેકફેસ્ટનો હિસ્સો બની રહેશે.

ફાર્મસીની 6 સ્પર્ધાઓ અને કાર્યક્રમો

ફાર્મસીમાં પોટેન્શિયા, ફાર્મા મોડેલિંગ, ફાર્મારેસિપી, પિક્સનોવેશન, માયસેલ્ફ-મેડિકેશન અને પોસ્ટર પ્રેઝન્ટેશન વગેરે કાર્યક્રમો યોજાશે. પોટેન્શિયા અંતર્ગત ફાર્મસીમાં તાજેતરના સંશોધનો વિશે ચર્ચાવિચારણા કરવામાં આવશે. ફાર્મા મોડેલિંગમાં ઈનોવેટીવ મોડેલો રજૂ કરવામાં આવશે. ફાર્મા રેસિપીમાં ટૂંકા ગાળામાં ઓછામાં ઓછા ઘટક દ્રવ્યો સાથે કેવી રીતે યોગ્ય ડોઝ બનાવવો તેની જાણકારી આપવામાં આવશે. પિક્સનોવેશનમાં ફાર્માસ્યુટીકલ સાયન્સમાં ટેકફેસ્ટની ટીમને અપાયેલા થીમ પર આધારિત લાઈવ ઓબ્ઝર્વેશનના ફોટો લેવા જણાવવામાં આવશે. માયસેલ્ફ-મેડિકેશન અંતર્ગત વ્યક્તિએ પોતે જે દવા લેતા હોય તેના વિશે બોલવાનું રહેશે.

સ્પર્ધાઓ અને કાર્યક્રમો

(1) એટીવી ચેમ્પિયનશીપ 4.0
ઑલ ટેરેઈન વ્હીકલ (એટીવી)માં ખાસ તૈયાર કરાયેલા ટ્રેક પર સિંગલ સીટવાળી રેસિંગ કાર દોડાવવામાં આવે છે. તેમાં વિજેતાને રૂ. 50 હજાર અને રનર-અપને અનુક્રમે રૂ. 30 હજાર તથા 20 હજારના ઈનામો આપવામાં આવે છે.

(2) કવૉડ એવિયેટર

તેમાં ડ્રોન બનાવવાની ક્ષમતા, જ્ઞાન અને સ્પર્ધકના કૌશલ્યોની કસોટી થાય છે. વિવિધ અડચણો વચ્ચેથી કવૉડ કોપ્ટરને પસાર કરાવીને લક્ષ્ય સુધી પહોંચાડવાની સ્પર્ધા એટલે ક્વૉડ એવિયેટર

(3) કોન્ફેબ 17

ટેકનોલોજીથી માંડીને પ્રેરણાદાયક વક્તવ્યોની શૃંખલા એટલે કોન્ફેબ. તેનો મૂળ હેતુ વિદ્યાર્થીઓની વિચારધારા તથા ઈનોવેશનને પ્રોત્સાહન પૂરૂં પાડે એવી વ્યાખ્યાનમાળા રજૂ કરવાનો છે.

ટેકનિકલ સ્પર્ધાઓઃ

(1) રોબોટિક્સ

(2) મેકેટોઃ મશીન અને ઓટોમોબાઈલની સમસ્યાઓ હલ કરવી

(3) સોફ્ટમેનિયાઃ કૉમ્પ્યુટર અને આઈટીના વિદ્યાર્થીઓની ટેકનિકલ સ્પર્ધા

(4) ટેકનોઈલેકટ્રાઃ ઈલેક્ટ્રિકલ, ઈસી અને આઈસીના વિદ્યાર્થીઓની ટેકનિકલ સ્પર્ધા

(5) સી-વિલાઃ સિવિલ અને એપ્લાઈડ મિકેનિક્સના વિદ્યાર્થીઓની ટેકનિકલ સ્પર્ધા

(6) એન્વાયરોટેકઃ એન્વાયર્નમેન્ટ એન્જી.ના વિદ્યાર્થીઓની ટેકનિકલ સ્પર્ધા

(7) બાયોપ્લાસ્ટઃ બાયોમેડિકલ અને પ્લાસ્ટિક ટેકનોલોજીના વિદ્યાર્થીઓની ટેકનિકલ સ્પર્ધા

(8) કેમેટ્રિકસઃ કેમિકલ એન્જી.ના વિદ્યાર્થીઓની ટેકનિકલ સ્પર્ધા

(9) મેનેજમેન્ટઃ એડવર્ટાઈઝ, ફાઈનાન્સ, મેનેજમેન્ટ અને શેરબજાર વિશ્લેષણની સ્પર્ધા

(10) ફાર્માક્રોમઃ દવાઓ અને રસીના ઉત્પાદનથી માંડીને માર્કેટિંગ સુધીના પાસાંઓને આવરી લેતી ફાર્મસીના વિદ્યાર્થીઓ માટેની વિવિધ સ્પર્ધાઓ

વર્કશોપઃ

લેટેસ્ટ ટેકનોલોજી અને ટ્રેન્ડ વિશેની જાણકારી આપતા વર્કશોપ

જીટીયુઝ ગોટ ટેલેન્ટઃ

સાંસ્કૃતિક કાર્યક્રમો

ક્વીઝઃ

પ્રખ્યાત ક્વીઝ માસ્ટરો સંગાથે ક્વીઝ સ્પર્ધા

ટેકએક્સ્પોઃ

જીટીયુના વિદ્યાર્થીઓના 35 પ્રોજેક્ટો રજૂ કરાશે

સ્ટાર્ટ અપ સમીટઃ

વિદ્યાર્થીઓને સ્ટાર્ટ અપના તમામ પાસાંઓની જાણકારી આપતા કાર્યક્રમો તેમજ સ્ટાર્ટ અપને લગતી સ્પર્ધાઓ

નોન-ટેકનિકલ સ્પર્ધાઓ

  • લેન ગેમીંગ
  • મિની મિલીશિયા
  • સ્ટ્રીટ ક્રિકેટ
  • ટ્રેઝરહન્ટ
  • હૉક આઈ
  • ધ સેલ્ફી હન્ટ
  • બઝ મી
  • સ્લેથ-હાઉન્ડ

Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS