Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવીદિલ્હીઃ પહેલી જુલાઇથી જીએસટી લાગુ પડ્યાં બાદ વેપારીઓને ફાટદો પણ મળી રહ્યો છે. લગભગ દરેક વેપારી જે પોતાનો માલ ટ્રક દ્વારા મોકલી રહ્યાં છે તેમનો માલ ઝડપથી પહોંચી રહ્યો છે. તેમને માલ વહનનો ખર્ચ પણ ઓછો થઇ ગયો છે. જોકે તેનો ફાયદો સામાન્ય જનતા સુધી પહોંચી રહ્યો નથી.

માલવહન સસ્તું થવાથી ગ્રાહકોને ભાવ ઓછા થવાનો લાભ મળવો જોઇએ. પણ તેમ થઇ રહ્યું નથી. ઇન્ડસ્ટ્રી એસોસિએશનના જણાવ્યાં પ્રમાણે ચેક પોસ્ટો પર ખર્ચ થતી રકમમાંથી પ્રતિ વાહન લગભગ 7500 રુપિયાની બચત થઇ રહી છે. એટલું જ નહીં પહેલાંની સરખામણીએ વાહન 24થી 36 કલાક પહેલાં પહોંચી રહ્યું છે. એટલે કે સમયની બચત પણ થઇ રહી છે.

એસોચેમના નિવેદન પ્રમાણે જીએસટી પહેલાં માલવહન કરતાં વાહનોએ કંઇકેટલાય ચેકપોસ્ટ પર અટકવું પડતું હતું અને વેટ, ઓકટ્રોય અને સ્થાનિક ચુંગી પણ ચૂકવવી પડતી હતી. આ પ્રક્રિયામાં પાંચથી છ દિવસ વાહન અટકતાં અટકતાં પાંચ-છ દિવસે 2200 કિલોમીટર પણ જતું ન હતું. હવે દિલ્હી-ચેન્નઇનું અંતર ફ્કત ત્રણ દિવસમાં કપાઇ જાય છે.

એસોચેમે વેપારીઓ અને વાહનમાલિકો સાથે કરેલી વાતચીતના આધારે દર્શાવાયું છે કે જીએસટી લાવવાથી અને ચેકપોસ્ટ હટાવવાથી આટલા લાભો મળી રહ્યાં છે. ચેકપોસ્ટો પરના ભ્રષ્ટાચારની પાછળ એક ટ્રક દીઢ લગભગ સાડા પાંટ હજાર રુપિયા ચઢાવવા પડતાં હતાં તે બંધ થઇ ગયું છે. જેનાથી વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

તો વાહનમાલિકોએ જણાવ્યું હતું કે દિલ્હી-મુંબઇ, દિલ્હી-કોલકાતા, મુંબઇ-જયપુર, અમદાવાદ-દિલ્હી,બેંગ્લૂરુ-દિલ્હી રુટ પર વાહનમાલિકોએ ડ્રાઇવર અને તેના હેલ્પર માટે વધારાના 10,000 ખર્ચ આપવો પડતો હતો. આ રકમ આફટ ઓફ પોકેટમની હતી જે ચેકપોસ્ટો પર આપવી પડતી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS