Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

શ્રીનગર– જીએસટી કાઉન્સિલની ગુરુવારે મળેલી બેઠકમાં પહેલા દિવસે 80થી 90 ટકા વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સ સ્લેબ નક્કી કરી લેવામાં આવ્યો છે. પ્રસ્તાવિત જીએસટી વ્યવસ્થામાં 4 સ્તરમાં ટેક્સ દર રાખવાનું નક્કી થયું છે. જેમાં રોજબરોજ વપરાતી આવશ્યવક વસ્તુઓ પર 5 ટકા લઘુત્તમ ટેક્સ રેટ રાખવામાં આવ્યો છે.

કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠકના પ્રથમ દિવસે વસ્તુ અને સેવા ટેક્સ વ્યવસ્થાના નિયમો અનુસાર મંજૂરી આપી દેવામાં આવી છે. જીએસટી પહેલી જુલાઈથી અમલી બનાવવાની યોજના છે. કાઉન્સિલની બેઠકમાં તમામ રાજ્યોના નાણાંપ્રધાન અથવા તો તેમના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યાં હતાં. સત્તાવાર સૂત્રના કહેવા પ્રમાણે 80થી 90 ટકા વસ્તુઓ અને સેવાઓના સંદર્ભમાં નક્કી થયું છે કે તેમને 5, 12, 18 કે 28 ટકાના કયા સ્લેબમાં રાખવામાં આવશે.

– કુલ 1211 વસ્તુઓમાંથી 6ને બાદ કરતા તમામ વસ્તુઓ પર જીએસટી દર નક્કી થયા છેઃ અરૂણ જેટલી
– માત્ર 19 ટકા વસ્તુઓ પર 28 ટકા ટેક્સ લાગશે
– 14 ટકા વસ્તુઓ પર 5 ટકા ટેક્સ લાગશે
– 17 ટકા વસ્તુઓ પર 12 ટકા ટેક્સ લાગશે
– 43 ટકા વસ્તુઓ પર 18 ટકા ટેક્સ લાગશે
– બીડી, સિગારેટ, ટેક્સટાઈલ, ખેતીવાડીના સાધનો, સોના પર જીએસટી દર નક્કી કરાયા નથી


ટેક્સ સ્લેબ એવી નક્કી કરાયો છે કે લોકો પર નવી ટેક્સ વ્યવસ્થાને કારણે ટેક્સ બોજ વધે નહી અને એટલા માટે વસ્તુઓ અને સેવાઓ પર હાલના સમયમાં એક્સાઈઝ ડ્યુટી, વેટ અથવા તો સેવા ટેક્સને ધ્યાનમાં રાખીને જીએસટીના અલગઅલગ સ્લેબ સાથે જોડવામાં આવે છે. આવતીકાલે બેઠક પુરી થશે પછી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે અને કઈ વસ્તુ પર કયો ટેક્સ સ્લેબ લાગુ થઈ રહ્યો છે, તે ખબર પડશે.

વિવિધ રાજ્યોના નાણાંપ્રધાને એવી માંગ કરી હતી કે રેશમી દોરા, પૂજાની સામગ્રી અને હસ્તશિલ્પ ઉત્પાદનોને જીએસટીમાં છૂટ આપવી જોઈએ. જો કે જેટલીએ માન્યું હતું કે જીએસટી અનુસાર તેમાં થોડીક છૂટ આપવી જોઈએ. બેઠક શરૂ થાય તે પહેલા કેરળના નાણાપ્રધાન થોમસ ઈસાકે જીએસટી વ્યવસ્થામાં સોના પર 5 ટકા ટેક્સ લગાવવાનો મામલો ઉઠાવ્યો હતો. કેટલાક લોકો દ્વારા સોના પર એક ટકો જ ટેક્સ લગાવવાની માગ કરાઈ રહી છે. ઈસાકે કહ્યું કે સોનું આવશ્યક વસ્તુમાં નથી આવતું માટે તેના પર 5 ટકા ટેક્સ લગાવવો જોઈએ. યોગી આદિત્યનાથની આગેવાનીવાળી યુપીની સરકારે પૂજા સામગ્રી પર શૂન્ય ટકા જીએસટીની માંગ કરી છે. અત્યારે હાલ તેના પર 18 ટકા ટેક્સ લગાવવાની દરખાસ્ત છે.

કેટલાક રાજ્યોએ સર્વિસ ટેક્સના દરો 12 અને 18 ટકા રાખવાની માગ કરી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS