Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી– જીએસટી અમલ શરુ થયાં પછી ધીરે રહીને સામાન્ય આર્થિક વ્યવહારો પરની અસરો પણ નિહાળવાનું શરુ થયું છે. ટેક્સની ટકટક તો ખરી જ, પણ વ્યક્તિવ્યક્તિ વચ્ચેના આર્થિક વ્યવહારોને પણ જીએસટીના ચશ્મા લગાવી જોવાનો આ સમય છે.

કેન્દ્ર સરકારે ભેટસોગાદો પર જીએસટીની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. જો તમે રુપિયા 50,000ની ઉપરની ભેટસોગાદ આપશો તો તેના પર જીએસટી લાગશે. માલિક દ્વારા કર્મચારીને વર્ષમાં 50,000 સુધીની લિમિટની ગિફટ જીએસટી દાયરાની બહાર રહેશે.

કંપનીઓએ ખોવાયેલ, ચોરી થયેલ, ખરાબ થયેલ સામાન, ગિફ્ટ અને મફતમાં નમૂના તરીકે અપાયેલાં વસ્તુઓનો પણ પૂરો રેકોર્ડ રાખવાનો છે. માલનો આયાગયાંનો સાફસાફ રીપોર્ટ પણ રાખવાનો રહેશે.

દેશભરમાં વિવિધ ટેક્સીસની જગ્યાએ પાંચ, 12, 18 અને 26 ટકાના જીએસટી દર નક્કી કરાયાં છે. સરકારને ઇનપુટ મળ્યો હતો કે કોર્પોરેટ કંપનીઓમાં વરિષ્ઠ અધિકારીઓને અતિરિક્ત લાભ- પર્કસ માટે ટેક્સ ક્રેડિટનો દાવે કરી શકે છે જેના પર રકમ નિશ્ચિત કરી લગામ કસવામાં આ છે.

જીએસટી પહેલાં આવી સુવિધાઓ, સેવાઓ પર કંપનીઓને 12-14 ટકા વેચ આપવાનો થતો હતો. હવે 29-43 ટકા જીએસટી આપવો પડશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS