Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર– ગુજરાતના રાજ્યપાલે જીએસટી ખરડાને મંજૂરી આપી છે. 9 મેને મંગળવારના રોજ જીએસટીનો ખરડો ગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયો હતો. જે ખરડાને રાજ્યપાલ ઓ. પી. કોહલીએ મંજૂરીની મ્હોર મારી દીધી છે, જેથી હવે રાજ્યમાં પહેલી જુલાઈથી જીએસટીના અમલના માર્ગ મોકળો થયો છે.

ગુજરાત વિધાનસભામાં 9 મેના રોજ  2017ના (1) વિધેયક ક્રમાંક 25 સન 2017નું ગુજરાત ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ વિધેયક (2) વિધેયક ક્રમાંક 26 સન 2017નું ગુજરાત મૂલ્યવર્ધિત વેરા(સુધારા) વિધેયક તથા (3) વિધેયક ક્રમાંક 27 સન 2017નું ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા(સુધારા) વિધેયક સર્વાનુમતે પસાર થયા હતા. નાણાંપ્રધાન નિતીનભાઈ પટેલે જીએસટી બિલની સાથે તેને સંલગ્ન બે બિલ વિધાનસભાના ટેબલ પર રજૂ કર્યા હતા. તે બિલ પરની ચર્ચાને અંતે આ ત્રણેય સુધારા વિધેયક પસાર થયા હતા.

વિધાનસભામાં પસાર થયેલું 223 પેજનું જીએસટી બિલ સેકન્ડ હાઇએસ્ટ છે, જ્યારે 1993માં ચીમનભાઇ પટેલની સરકારમાં સૌથી લાંબું 392 પેજનું ગુજરાત પંચાયત અધિનિયમન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. તે સમયે 90થી વધુ ધારાસભ્યોએ એ બિલમાં સુધારા રજૂ કર્યા હતા.

જીએસટી પહેલી જુલાઈથી અમલી બની રહ્યો છે. તમામ ચીજવસ્તુઓના જીએસટી રેટ નક્કી થઈ ગયા છે, અને જાહેર પણ થઈ ગયા છે. હાર્ડવેર, કાપડ, ટેક્સટાઈલ, ફર્નિચર વિગેરે ઉદ્યોગો દ્રારા હાલ જીએસટી રેટ વધારે હોવાનો વિરોધ કર્યો છે. અને દેખાવો પણ કર્યા છે. કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆતો કરાઈ છે. ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલીએ જીએસટી ખરડા પર સહી કરી છે, જેથી હવે પહેલી જુલાઈથી જીએસટી સમગ્ર ગુજરાતમાં લાગુ થઈ જશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS