Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- લોકોના આરોગ્યને લગતા ખર્ચને ઘટાડવા અને સસ્તી દવાઓ સામાન્ય નાગરિક સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર નવી ફાર્મા પ્રાઈસિંગ પોલિસી લાગુ કરવા અંગે વિચારણા કરી રહી છે. જો દેશમાં આ પૉલિસી લાગુ થઈ જશે તો દવાઓની કીમતો સહિત અન્ય ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટસની કીમતોમાં પણ ઘટાડો થઈ જશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી સરકાર સસ્તી દવાઓને દેશના ગરીબ લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશથી આ નવી પોલિસી લાવવા અંગે વિચારણા કરી રહી છે. આ અંગે નીતિ આયોગ અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સે ચર્ચાવિચારણા શરુ કરી દીધી છે. નવી પોલિસી વર્તમાન નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ પોલિસી-2012નું સ્થાન લેશે. દવા કંપનીઓ અને સિવિલ સંગઠનો સાથે પણ વાતચીત ચાલી રહી છે. નીતિ આયોગે નવી પોલિસી અંગે ગત 15મે એ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.

નવી  પોલિસી લાગુ કરવાની સાથે કેન્દ્ર સરકાર 2013ના ડ્રગ પ્રાઈઝ કંટ્રોલ ઓર્ડરમાં પણ ફેરફાર કરવા અંગે વિચાર કરી રહી છે. બેઠકમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલે નવી પોલિસી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગ્રાહકોની સાથે કંપનીઓની હિતોનું પણ ધ્યાન રાખવામાં આવશે. જો કે, અધિકારીઓ અને રેગ્યુલેટર્સે દવાની કીમતોમાં વિસંગતતાના મુદ્દો પણ ઉઠાવ્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS