Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગોરખપુર – ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના સંસદીય મતવિસ્તાર ગોરખપુરમાં સરકાર દ્વારા સંચાલિત બાબા રાઘવદાસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરના અભાવે છેલ્લા 5 દિવસમાં 63 બાળકોનાં મોત થયા છે. ઘટનાની ગંભીરતા જોતા કેન્દ્ર સરકારે ઉત્તરપ્રદેશ સરકાર પાસે વિગતવાર રિપોર્ટ માગ્યો છે.

ગોરખપુરના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ રાજીવ રાઉતેલાએ સ્થાનિક ટીવી ચેનલોને કહ્યું હતું કે છેલ્લા બે દિવસમાં 30 જેટલા બાળકોનાં મોત થયાં હતાં અને છેલ્લા 24 કલાકમાં સાતથી વધુ બાળકોના મોત થયા છે.

ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ રાજીવ રાઉતેલાએ જણાવ્યું કે, 17 બાળકો નવજાત બાળકોનાં વોર્ડમાં માર્યા ગયા હતા, જેમાં પાંચ બાળકો મગજની બીમારીનાં દર્દી હતા. આ ઉપરાંત આઠ બાળકોનાં જનરલ વોર્ડમાં મોત થયાં છે.

હોસ્પિટલમાં લીક્વીડ ઓક્સિજનની અછત હતી એવું એમણે કબૂલ કર્યું છે. રૂ. 70 લાખનું પેમેન્ટ નહીં કરી શકવાથી સપ્લાયરે ઓક્સિજન સપ્લાય કરવાનું બંધ કરી દીધું હતું.

દરમિયાન, ઉત્તર પ્રદેશના માહિતી વિભાગે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ઓક્સિજનના અભાવે 30 બાળકોનાં મોત થયાનાં સમાચાર ખોટા છે. કેટલીક ટીવી ચેનલ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS