Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર- પાછલાં બે દિવસમાં સતત વરસ્યાં પછી મેઘરાજાએ આજે હળવો વિરામ લીધો છે. આ બે દિવસમાં ૫૫ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો છે. જેમાં ઉમરગામ તાલુકામાં ૯૯ મી.મી., કપરાડામાં ૯૮ મી.મી. અને માંડવીમાં ૯૪ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ સાથે રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૮.૬૧ ટકા જેટલો નોંધાયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ સોમવારે સવારે ૭ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન પંચમહાલ જિલ્લાના મોરવા-હડફ તાલુકામાં ૯૩ મી.મી. એટલે કે ત્રણ ઇંચથી વધુ જ્યારે વલસાડમાં ૬૯ મી.મી., ધરમપુરમાં ૫૦ મી.મી., ખેરગામમાં ૫૧ મી.મી., ગણદેવીમાં ૫૦ મી.મી., બાવળામાં ૬૫ મી.મી., અબડાસામાં ૫૧ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.આ ઉપરાંત મુંદ્રા, શંખેશ્વર, વાવ, કડી, કલોલ, શહેરા, લીમખેડા, કોટડા-સાંગાણી, મોરબી, કલ્યાણપુર, વિસાવદર, રાજુલા, ઉમરાળા, સાગબારા, ચીખલી અને વાપી મળી કુલ ૧૭ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૨૮ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજયના ૨૦૩ જળાશયો પૈકી ૨૦ હાઇ એલર્ટ  : સરદાર સરોવર (નર્મદા ડેમ)ની જળ સપાટી ૧૧૭.૨૬ મીટર

સવારે ૮ વાગ્યાની સ્થિતિએ રાજ્યના ર૦૩ જળાશયો પૈકી ૨૦ જળાશયો હાઇએલર્ટ તેમ જ ૦૬ જળાશયો એલર્ટ જાહેર કરાયાં છે. રાજ્યના ર૦૩ જળાશયોની પાણીસંગ્રહની ક્ષમતા કુલ ૧પ૭૭૦.૩૯ મિલિયન ક્યૂબિક મીટર પૈકી હાલમાં પ૫૫૪.૦૭ મિલિયન ક્યૂબિક મીટર પાણીનો સંગ્રહ થયો છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૭.૨૬ મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે સરદાર સરોવર ડેમ ૮૫.૯૬ ટકા જેટલો ભરાયો છે. રાજ્યના જે જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. તેમાં કચ્છ જિલ્લાના સાનાન્દ્રો, ફતેહગઢ, ગજાનસાર અને મિત્તિ જામનગર જિલ્લાના રૂપારેલ, સાપડા અને કંકાવટી મોરબી જિલ્લાના મચ્છુ-૧ અને મચ્છુ-ર, ડેમી-૧ અને ઘોડાધ્રોઇ રાજકોટ જિલ્લાના લાલપરી અને ખોડાપીપર સુરેન્દ્રનગર જિલ્લાના નાયકા, ધોળીધજા, લીંબડી ભોગાવો-૧, મોરશલ, સાબુરી અને ત્રિવેણી એમ કુલ-૨૦ જળાશયો માટે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ભરૂચ જિલ્લાના ધોલી, જામનગર જિલ્લાના પૂના અને ઉન્ડ-ર રાજકોટ જિલ્લાના આજી-ર અને ન્યારી-ર, મોરબી જિલ્લાના ડેમી-ર એમ કુલ ૦૬ને એલર્ટ તેમજ અન્ય પાંચ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS