Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page
જૂનાગઢ: ગરવા ગઢ ગિરનારની ઊંચાઇઓને આંબવી બધાં માટે શક્ય નથી. જેના ઉપાય તરીકે ગિરનાર પર્વત પરના ધાર્મિક સ્થાનોએ પહોંચવા રોપ વે પ્રોજેક્ટની યોજના શરુ કરાઇ છે. આ પ્રોજેક્ટ 2018માં પૂર્ણ કરવાનું લક્ષ્ય રખાયું છે ત્યારે તેને લઇને વિવિધ કામગીરીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
ગિરનાર રોપ-વેનું કામ કરનાર ઉષા બ્રેકો કંપનીના ચીફ જનરલ મેનેજર મનોજ પવાર, જીઓ ફીઝિકલ ટીમના નિષ્ણાત, વિદેશી કંપનીના પ્રતિનિધિ અને ઉષા બ્રેકોની ટીમે ગિરનાર સાઇટની મુલાકાત લીધી હતી. આ અંગે ચીફ જનરલ મેનેજર મનોજ પવારે જણાવ્યું હતું કે, હાલ ઓફ સાઇટની કામગીરી પૂર્ણ થવા તરફ આગળ વધી રહી છે.રોપ-વેનાં પોલ ઉભા કરવા માટે ગિરનારની જમીનમાં નીચે 15 થી 20 મીટર ખોદકામ કરવામાં આવશે. બાદ તેમાં પોલ ઉભા કરવામાં આવશે. ગિરનાર રોપ-વેને લઇ 6 વખત સર્વે કરવામાં આવ્યો છે અને હજુ એક વખત સર્વે કરવામાં આવશે. બાદ સાઇટ ઉપર કામ કરવામાં આવશે. જેથી કરીને રોપ-વેની કામગીરી શરૂ થયા બાદ વચ્ચે બંધ ન કરવી પડે.
રોપ-વે પહેલા ટેમ્પરરી રોપ-વે બનાવવામાં આવશે. જેની કામગીરી ટૂંકસમયમાં શરૂ થશે અને ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરાશે. ટેમ્પરરી રોપ-વેની ટ્રોલી 5 થી 13 ટન વજનનું વહન કરી શકશે. ટેમ્પરરી રોપ-વે બનાવવાનું મુખ્ય કારણ એ છે કે મેનપાવર કરતા ઝડપથી કામગીરી કરી શકાય. ગિરનાર રોપ-વે 2018ના વર્ષનાં નવરાત્રિમાં પૂર્ણ કરવાનો કંપનીનો પ્રયાસ છે. ગિરનાર રોપ-વેની સામગ્રી યુરોપના દેશમાંથી આવશે. ગિરનાર રોપ-વે દુનિયાનો સૌથી આધુનિક રોપ-વે બનશે.
આ પ્રોજેક્ટની શરુઆત 2007માં તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી હતી. આશરે દસ વર્ષનો સમય પસાર થયાં બાદ  અનેક અંતરાયો દૂર થયા બાદ ગિરનાર રોપ-વેની કામગીરી તેજ ગતિમાં આવી છે. પકડી છે. આ  પ્રોજેકટ પાછળ રૂપિયા 110 કરોડનો ખર્ચ થનાર છે.
કેન્દ્ર સરકારે જીએસટી લાગુ કરતાં ગણી સામગ્રી મોંઘી થઇ છે. જેની અસર આ પ્રોજેક્ટને પણ થશે. જેના કારણે ખર્ચમાં 10 થી 12 ટકા વધારો થવાની શકયતા છે.

Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS