Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

હરિદ્વાર- અહીં ગંગામાં ડૂબકી લગાવનારા લોકોની કોઈ કમી નથી. હાલમાં પણ નદીમાં શ્રદ્ઘાળુઓની ઘણી ભીડ જોવા મળે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ગંગામાં ડૂબકી લગાવવાથી પાપનો નાશ થાય છે. પરંતુ લોકોના પાપ ધોનારી ગંગા હવે ખુદ ગંદી થઈ હોવાનું સામે આવ્યું છે.  હરિદ્વારમાં ગંગાનું પાણી એટલું ખરાબ થઈ ગયું છે કે એને પીવાનું તો દૂર પણ સ્નાનલાયક પણ નથી રહ્યું.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એક RTIના જવાબમાં ખુલાસો કરતા જણાવ્યું છે કે, હરિદ્ધારમાં ગંગા નદીનું પાણી એટલી હદે પ્રદૂષિત થયું છે કે, તે  દરેક માપદંડ પર અસુરક્ષિત છે. સૂત્રોનું માનીએ તો અહીંના પાણીની ગુણવત્તા તપાસવા માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે 11 લોકેશન પરથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે તે 294 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી ગંગામાંથી લેવામાં આવ્યા છે.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર. એમ. ભારદ્વાજે જણાવ્યું કે, આટલા લાંબા સમયમાં ગંગાના પાણીની ગુણવત્તા તપાસના 4 મહત્વના કારણો રહ્યા, જેમાં વૈશ્વિક તાપમાન, પાણીમાંનો ઓક્સિજન, બાયલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ ઉપરાંત અન્ય તત્વો અંગે પણ ચકાસણી કરવામાં આવી હતી. હરિદ્વારની આસપાસના વિસ્તારોમાં ગંગાના પાણીમાં અનેક ઝેરી તત્વો મળી આવ્યાં છે.

સ્નાન માટે એક લીટર પાણીમાં BODનું સ્તર 3 મિલીગ્રામથી ઓછું હોવું જોઇએ, જ્યારે અહીંના પાણીમાં આ સ્તર 6.4MGથી વધારે માત્રામાં મળી આવ્યું છે. આ ઉપરાંત હરકી પૌડીના મહત્વના ઘાટ સહિત કેટલીક જગ્યાઓમાં પાણીમાં ક્લોરોફોર્મનું પ્રમાણ પણ વધારે મળી આવ્યું છે. પ્રતિ 100ML પાણીમાં ક્લોરોફોર્મની માત્રા 90 MPN સુધી હોવી જોઇએ, જેની સામે અહીં 1300 MPN સુધી જાવા મળી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS