Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – આ મહાનગરમાં ભોજનનો આનંદ હવે પરંપરાગત નહીં રહે, કારણ કે મુંબઈને એની પહેલી તરતી હોટેલ ‘એબી સેલેસ્ટિઅલ’ મળી ગઈ છે, જેમાંથી તમે બાન્દ્રા-વરલી સી લિન્કનો ભવ્ય નજારો નિહાળતાં સાંજનો સમય આનંદપૂર્વક ગાળી શકશો.

આ નવી થીમ હોટેલને બાન્દ્રા-વરલી સી લિન્ક નીચે બાન્દ્રા ખાતે મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડની જેટ્ટી ખાતે લાંગરવામાં આવી છે, એમ મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશને જણાવ્યું છે.

આ લક્ઝરી ફ્લોટિંગ હોટેલનું ઉદઘાટન મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યું છે.

આ કન્સેપ્ટ WB ઈન્ટરનેશનલ કન્સલ્ટન્ટ્સ કંપનીનો છે, જે એબી સેલેસ્ટિઅલની સ્થાપક છે. આ કંપનીએ એમટીડીસી અને મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડના સહયોગમાં મુંબઈમાં આ હોટેલ શરૂ કરી છે.

એબી સેલેસ્ટિઅલની ડિઝાઈન અમેરિકામાં તૈયાર કરવામાં આવી હતી અને ત્યાંથી જ એની આયાત કરવામાં આવી છે. એમાં થ્રી-ટાયર લક્ઝરી ડાઈનિંગ ફ્લોટેલ છે જેમાં એક સ્કાઈ ડેક ઉપરાંત બે ગેલીઝ. આ ચાર-સ્તરીય હોટેલમાં 660 મહેમાનોને સમાવવાની ક્ષમતા છે.

હાલ ભારતમાં ગોવા, કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં તરતી હોટેલ મોજૂદ છે. હવે એમાં મુંબઈનું નામ ઉમેરાયું છે.

વિશ્વમાં, ન્યૂ યોર્ક, દુબઈ, હોંગ કોંગ અને વિયેટનામમાં આવી ફ્લોટિંગ હોટેલ્સ/રેસ્ટોરન્ટ્સ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS