Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રાજકોટ– રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્યની સૌ પ્રથમ બાયોમિથેનેશન ગેસ પ્લાન્ટનુ લોકાર્પણ કરવામાં આવ્યુ છે. રાજકોટ મહાપાલિકા દ્વારા આ પહેલા પણ આ પ્રકારની પહેલા પાણીને લઈને કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા પહેલી એવી મહાનગરપાલિકા છે કે જેની પાસે વોટર ઓડિટ સીસ્ટમ છે, ત્યારે હવે બાયોમિથેનેશન ગેસ પ્લાન્ટનુ નિર્માણ કરી ફરી એક વખત રાજ્યભરમાં આગવી પહેલી કરી છે.

રંગીલું રાજકોટ શહેર જેટલુ રંગીલુ દેખાઈ રહ્યું છે તેટલુ ગંદીલુ પણ છે, કારણકે આ શહેરમાં કેટલાંય એવા લોકો છે કે જેઓ પોતાનો કચરો ગમે ત્યા ફેંકી દે છે. તો શહેરના રાજમાર્ગો તેમજ જાહેર રસ્તાઓ પર એઠવાડ મળવો તે સાવ આમ બાબત બની ચુકી છે. મહાનગરપાલિકા ગંદકી કરનારાઓને તો દંડે જ છે. પરંતુ કેટલાક એવા શહેરીજનો છે કે તેઓ દંડાયા બાદ પણ પોતાની ભુલ સ્વીકારતા નથી. આથીજ મહાનગરપાલિકાએ હવે એક વચ્ચેનો રસ્તો કાઢયો છે. મહાનગરપાલિકા દ્વારા 1.25 કરોડના ખર્ચે આ બાયોમિથેનેશન પ્લાન્ટ બનાવી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની શરૂઆત કરી છે.

રૂપિયા 1.25 કરોડના ખર્ચે બનેલ આ પ્લાન્ટ ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે બનાવવામાં આવ્યો છે. આ પ્લાન્ટની મદદથી રોજની 300 યુનીટ વિજળીનુ ઉત્પાદન કરવામાં આવશે તેમજ આ પ્લાન્ટની મદદથી ગેસનું પણ ઉત્પાદન કરવામાં આવશે. બાયોમિથેનેશન ગેસ પ્લાન્ટ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરનાં વૈજ્ઞાનિકોની મહેનતથી તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં દરરોજનો 5 ટન કચરામાંથી 300 થી 400 ઘનમીટર મિથેન ગેસ ઉત્પાદન કરવાની ક્ષમતા છે. ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરનાં વૈજ્ઞાનિક ડો. એસ. બી. ઘોષે જણાવ્યું હતું કે, આ પ્લાન્ટમાં ચાર અલગ અલગ યુનિટ છે, જેમાં પ્રિ – ડાયજેસ્ટ, મેઇન ડાયજેસ્ટ, ગેસ માટે બલુન અને ગેસ જનરેટર. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે, એઠવાડ, શાકભાજીનો કચરો અને ગોબર તમામ ભીની વસ્તુઓ આ પ્લાન્ટમાં નાખીને ગેસ ઉત્પન કરી શકાય છે. જેનાં માટે એરોબિક ડાયજેસ્ટ અને એનએરોબિક ડાયજેસ્ટનો ઉપયોગ કરી શકાય છે.

મિથેન ગેસમાંથી વિજળી ઉત્પન કર્યા બાદ રાજકોટ મહાનગરપાલીકા આ વિજળીને સરકારમાં જમા  કરાવીને આવક ઉભી કરશે. જેથી રાજકોટ મહાનગરપાલીકાની તિજોરીમાં આવક આવશે અને સ્માર્ટ સિટીનાં પ્રોજેક્ટમાં આ આવકનો ઉપયોગ કરવામાં આવશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS