Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લંડન – શહેરના ઉત્તર ભાગમાં આવેલા ફિન્સબરી પાર્ક વિસ્તારની એક મસ્જિદની બહાર એક વેને શ્રદ્ધાળુઓને કચડી નાખતાં અનેક જણ ઘાયલ થયાં છે.

પોલીસે આને ‘મોટી ઘટના’ તરીકે ગણાવી છે.

સેવન સિસ્ટર્સ રોડ પર આવેલી ફિન્સબરી પાર્ક મસ્જિદ નજીકી આ ઘટનાને પગલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે મોટી જાનહાનિ થઈ છે. એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે.

ધ મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન સંસ્થાએ જણાવ્યું છે કે એક વેનને શ્રદ્ધાળુઓ પર જાણીજોઈને ફેરવી દેવામાં આવી હતી. ભોગ બનેલાઓમાંના મોટાં ભાગનાં લોકો રમઝાન માસ નિમિત્તે દૈનિક રોજા તોડ્યા બાદ સાંજની નમાઝ પઢીને ઘેર પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે એમની પર આ હુમલો કરવામાં આવ્યો હતો.

લંડન એમ્બ્યૂલન્સ સર્વિસે તરત જ અનેક એમ્બ્યૂલન્સ, કર્મચારીઓ, ડોક્ટરો અને તબીબી નિષ્ણાતોને ઘટનાસ્થળે પહોંચાડ્યા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS