Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

શિકાગો- આઠ વર્ષ સુધી અમેરિકાના પ્રમુખ રહેલા બરાક ઓબામાએ આજે પ્રમુખપદેથી છેલ્લીવાર પોતાના દેશના લોકોને સંબોધિત કર્યા. પોતાની ફેરવેલ સ્પીચમાં ઓબામાએ કહ્યું કે, ‘મિશેલ અને મને પાછલા સપ્તાહથી એટલી બધી શુભેચ્છાઓ મળે છે કે તેમનો આભાર કઈ રીતે માનવો, પરંતુ આજે અહીંથી હું દરેકનો આભાર માનું છું. હું જે પણ કંઈ છું તે તમારી પાસેથી શીખીને બન્યો છું. તમે મને ઉત્તમ પ્રમુખ અને માણસ બનાવા માટે પ્રેરણા પૂરી પાડી છે.’ નોંધનીય છે કે આગામી 20 જાન્યુઆરીના રોજ પ્રમુખ તરીકેનો ઓબામાનો કાર્યકાળ પૂર્ણ થશે.

મુસ્લિમો અંગે ભેદભાવ અસ્વિકાર્યઃ ઓબામા

અમે જ્યારે શરૂ કર્યું તેના કરતા આજે અમેરિકા વધુ મજબૂત અને સારો દેશ બન્યો છે. પાછલા આઠ વર્ષમાં એકપણ આતંકી હુમલો થયો નથી. જોકે બોસ્ટન અને ઓરલેંડો જેવા હુમલાને યાદ કરીને તેમણે કહ્યું કે, ‘આવા હુમલા આપણને યાદ અપાવે છે કે કટ્ટરવાદ કેટલો ખરાબ છે. આપણી સુરક્ષા એજન્સીઓ પહેલા કરતા વધુ પ્રભાવી બની છે. ISISનો ખાતમો કોઈપણ હિસાબે થશે જ તેમા કોઈ શંકા નથી. અમેરિકા માટે જે પણ ભય પેદા કરશે તેઓ વિશ્વમાં ક્યાંય સુરક્ષિત નહીં રહે. ઓસામા સહિતના હજારો આતંકવાદીઓને અમે તેમના અંજામ પર પહોંચાડ્યા છે. પરંતુ આપણે અહીં કટ્ટરવાદીઓ અને અમેરિકામાં વસતા મુસ્લિમો પ્રત્ય અલગ વિચાર રાખવો પડશે. અહીં રહેતા મુસ્લિમો એટલા જ દેશભક્ત અને અમેરિકા તરફી છે જેટલા આપણે બધા છીએ.’

‘લોકતંત્રમાં એકતા જરૂરી’

ઓબામાએ વધુમાં કહ્યું કે ‘આપણે શીખ્યું છે કે પરિવર્તન ત્યારે જ શક્ય બને છે જ્યારે સામાન્ય માણસ પણ તેમાં જોડાય અને ભાગીદાર બને, માટે આપણે હક્કો તથા ફરજો માટે એકસાથે આગળ આવવું પડશે. લોકતંત્રની સફળતા માટે પાયામાં એકતાની ભાવના હોવી ખૂબ જરૂરી છે. આપણે વિકાસ સાધીએ કે પાછળ રહી જઈએ બંને સ્થિતિમાં એકસાથે રહેવાનો સંકલ્પ લોકતંત્રનો પ્રાણ છે. આગામી 10 દિવસ ફરી એકવાર આપણે લોકતંત્રની તાકાત જોઈશું. એક પ્રમુખ વિદાય લેશે અને બીજા ચૂંટાયેલા પ્રમુખ આવશે, અમેરિકાના મુદ્દે અમે એકસાથે છીએ. જોકે લોકતંત્રનું કામ કરવું હંમેશા માટે મુશ્કેલીભર્યું રહ્યું છે.’

મિશેલ સૌથી ઉત્તમ દોસ્ત

પોતાની અંતિમ સ્પીચમાં ઓબામાએ પત્ની મિશેલને સંબોધીને કહ્યું કે, ‘પાછલા પચ્ચીસ વર્ષથી મારી પત્ની અને મારા બાળકોની માતા જ નહીં પરંતુ મારી સૌથી ઉત્તમ દોસ્ત પણ બની છે.’ ઓબામાના ભાષણ દરમિયાન સમગ્ર ઓબામા પરિવાર ભાવુક થઈ ગયો હતો.

પોતાના સાથી અને ઉપપ્રમુખ જો બિડનને તેમણે વાઈસ પ્રેસિડેન્ટ જ નહીં પરંતુ પોતાના ભાઈ તરીકે પણ ગણાવ્યા હતા. પોતાના ભાષણમાં અંતે તેમણે કહ્યું કે, ‘અમેરિકાનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં જઈ રહ્યું છે. તેમજ પરિવર્તન માટે મારા એકલામાં કોઈ જ ક્ષમતા નથી, જે પણ કંઈ કર્યું છે તે આપણે બધાએ સાથે મળીને કર્યું છે અને આપણે આગળ પણ કરી શકીએ છીએ.’


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS